મિત્રો ગુજરાત રાજ્યમાં આખલાઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં આખલાઓના કારણે કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હશે અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હશે. ત્યારે હાલમાં બે આખલાઓ વચ્ચે થયેલી બબાલ નો એક વિડીયો સામે આવી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર ધાનેરમાં ડીસા રોડ ઉપર બે અખલાઓ સામસામે આવી ગયા હતા. ત્યારબાદ બંને આંખલાઓ રોડ ઉપર જ બથોબથ હતા. જેના કારણે અવરજવર કરતા લોકોમાં ભારે ડરનો માહોલ જોવા મળ્યો હતો. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રોડની વચ્ચોવચ બે આખલાઓ ઝઘડો કરી રહ્યા છે. આખલાઓને જોઈને સ્થાનિક લોકો પોતાનો જીવ બચાવવા માટે આમતેમ ભાગવા લાગ્યા છે. સદનસીબે આ ઘટનામાં કોઈપણ વ્યક્તિને કઈ ઇજા પહોંચી નથી. પરંતુ આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
બનાસકાંઠા જિલ્લામાં રખડતા ઢોરના કારણે અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. જેમાં કેટલીક વાર રખડતા ઢોરના કારણે કેટલાક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે આજરોજ ધાનેરમાં ડીસા રોડ ઉપર બે આખલા રોડની વચ્ચોવચ બાખડી પડ્યા હતા. જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ધાનેરાના ડીસા રોડ ઉપર બે આખલાઓ રોડની વચ્ચોવચ આવ્યા બથોબથ, ત્યારબાદ થયું એવું કે લોકો જીવ બચાવીને ભાગવા લાગ્યા – જુઓ વિડિયો pic.twitter.com/GKE8mb7ay1
— GUJJU ROCKZ (@gujju_rockz) July 16, 2022
આખલાઓ ઝઘડિયા તેથી સ્થાનિક લોકો પોતાનો જીવ બચાવવા ભાગ્યા હતા. કેટલાક લોકોએ આ આખલાઓનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થતાં જ લોકો તંત્રની કામગીરી ઉપર ઘણા સવાલો ઊભા કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment