Surat woman dies on Char Dham Yatra: સોશિયલ મીડિયા પર અત્યારે અકસ્માતની ઘટનાઓ ના વિડીયો ખૂબ જ સામે આવી રહ્યા છે. અત્યારે ચારધામની યાત્રામાં(Char dham Yatra) ઘણા શ્રદ્ધાળુઓ યાત્રા કરવા જઈ રહ્યા છે. અવારનવાર એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેમાં લોકો પોતાના જીવ ગુમાવી બેસે છે. આવી જ એક ઘટના સામે આવી છે જેમાં પત્ની પોતાના પતિ સાથે ચારધામની યાત્રા પર ગયા હતા.
એ દંપતી હાલ સુરતના પાલનપુર પાટિયા નજીક રહે છે, 42 વર્ષીય પરણીતાને ઉત્તરાખંડમાં મગજમાં હુમલો આવ્યો હતો. તેમને હાલ સારવાર માટે એર એમ્બ્યુલન્સ મારફત સુરત લાવવામાં આવી હતી, પરંતુ તે દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પાલનપુર પાટિયા માં રહેતા ડિમ્પલબેન અનિલભાઈ ભજીયાવાલા તેમના પતિ સાથે ચારધામની યાત્રા કરવા ગયા હતા. તે દરમિયાન 28 મેના રોજ દેહરાદુન માં અચાનક જ તેમની તબિયત બગડી જતા તેમને ત્યાંથી હિમાલય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
અહીં તેમનો રિપોર્ટ કરાવ્યા બાદ ડોક્ટરે જણાવ્યું કે તેમને મગજનો હુમલો આવ્યો છે. તેમની તાત્કાલિક બ્રેઇન સર્જરી કરવાની જરૂર હોવાથી તેમની સર્જરી કર્યા પછી તેમને 31 મેના રોજ ગુજરાત સરકારની એર એમ્બ્યુલન્સમાં સુરત લાવવામાં આવ્યા હતા, એર એમ્બ્યુલન્સ ને આ અંતર પોણા પાંચ કલાકમાં કાપ્યું છે.
એરપોર્ટ ઓથોરિટી દ્વારા 108 એમ્બ્યુલન્સ ને પણ જાણ કરી દેવામાં આવી હતી કે, એક ક્રિટિકલ દર્દી ઇમર્જન્સીમાં દેહરાદુનથી એર એમ્બ્યુલન્સ દ્વારા સુરત આવી રહ્યું છે. જેના કારણે ઝડપથી સુરતના અડાજણ વિસ્તારમાંથી 108 એમ્બ્યુલન્સ સુરત એરપોર્ટ તરફ રવાના કરી દેવામાં આવી હતી.
એર એમ્બ્યુલન્સ ના ઇએમટી શબ્બીરભાઈ અને પાયલોટ તેજસભાઈ ને સંપૂર્ણ માહિતી આપી હતી. મહિલા બેભાન હોવાથી વેન્ટિલેટર અને મલ્ટીપરા મોનિટરથી સારવાર ચાલુ કરી 108 સેન્ટરના ફિઝિશિયનના સંપર્કમાં રહી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
જ્યારે એર એમ્બ્યુલન્સ સુરત એરપોર્ટ પર આવી ત્યારે ડિમ્પલબેન બેભાન હતા. સુરતમાં તેમને પહેલા ખટોદરા કેનાલ રોડ ની ખાનગી હોસ્પિટલમાં અને પછી કતારગામની ખાનગી હોસ્પિટલમાં ડિમ્પલબેન ને સારવાર માટે લઈ જવામાં આવ્યા. જ્યાં તેર દિવસની સારવાર પછી તેમનું મોત નીપજ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment