મુંબઈ તેલીબીયા બજારમાં આજરોજ સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.વિવિધ આયાતી ખાધ તેલ ના ભાવમાં આજે પણ ઘટાડો નોંધાયો હતો. વિશ્વ બજારમાં આજે મલેશિયા ખાતે પામ તેલ નો વાયદો નજીકની ડિલિવરીમાં ધીમો સુધારો જ્યારે દૂરની ડિલિવરીમાં ધીમો ઘટાડો બતાવી રહ્યા છે.
મુંબઈ હાજર બજારમાં આજે સિંગતેલના ભાવમાં 10 કિલોના ઘટીને 1540 રૂપિયા થયા હતા જ્યારે ઉત્પાદક મથકે સિંગતેલના ભાવ ઘટીને 15 કિલોના 2375 રહાના નિર્દેશ હતા ત્યાં આજે કોટન ના આવ ઘટીને 1390 બોલાયા હતા.
મુંબઈ હાજર બજારમાં જોકે કપાસિયા તેલના ભાવ 1440 ના મથાળે શાંત હતા.આયાતી પામ તેલ ના ભાવ આજે ઘટીને 1208 રહ્યા હતા.ફૂડ પામ ઓઇલ સિપીઓ કંડલા ના ભાવ 1148 બોલાયા હતા. સોયાતેલના ભાવ 1330 બોલાયા હતા અને મુંબઈ બજારમાં સન ફ્લાવર ના ભાવ 1360 રહા હતા.મસ્ટર્ડ ના ભાવ 1790 રહા હતા.
ફૂડ સેફ્ટી વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ 17 નવેમ્બરથી લુઝ સ્વરૂપ માં ખાદ્ય તેલોના વેચાણ પર પ્રતિબંધ આવશે અને માત્ર પેકેજીંગ સ્વરૂપમાં જ ખાદ્ય તેલો વેચી શકાશે. મધ્યપ્રદેશ બજારમાં આવી રહેલા નવા સોયાબીન તેજીનું પ્રમાણ 18 થી 35 ટકા સુધી રહ્યાના નિર્દેશ હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment