આજકાલ રાજ્યમાં જીવ ટૂંકો કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. કોરોના ના કારણે ઘણા લોકોની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે તેના કારણે લોકો પોતાનો જીવ ટૂંકો કરી રહ્યા છે અને ઘણા લોકો અમુક મજબૂરીના કારણે પોતાનો જીવ ટૂંકો કરી રહ્યા છે.
ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારની એક જીવ ટૂંકો કરવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા રણછોડનગર માં બાર વર્ષના એક વિદ્યાર્થીએ બાથરૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકો કરી લીધો છે.
આ ઘટનાના કારણે પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. મૃત્યુ પામેલા 12 વર્ષના વિદ્યાર્થીનું નામ પાર્થ હતું અને તે ધોરણ આઠ માં ભણતો હતો.
મળતી માહિતી મુજબ શુક્રવારના રોજ વિદ્યાર્થી શાળાએથી આવીને ભોજન કરીને પિતા સાથે સુવા ગયો હતો. ત્યારબાદ વિદ્યાર્થી કુદરતી હાજતે જવાનું કહીને રૂમમાંથી બહાર નીકળી ગયો હતો અને ત્યારબાદ પોતાનો જીવ ટૂંકો કરી લીધો હતો.
મૃત્યુ પામેલા પાર્થના પિતાએ જણાવ્યું હતું કે જીવતો કરવાનું કોઈ કારણ જ ખબર ન પડી, મને સુવડાવીને કુદરતી હાજતે ગયેલો દીકરો બાથરૂમમાં જઈને ગળાફાંસો ખાઇ લીધો હતો. આ વાતની ખબર મને સાંજે ચાર વાગ્યાની આસપાસ મળી હતી. બાથરૂમમાં લટકતા પાર્થ ને જોઈને તેની માતા હેબતાઈ ગઈ હતી.
આ વાતની જાણ થતા આસપાસમાંથી પડોશીઓ પણ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!