ટ્રક અને ઇકો કાર વચ્ચે ટક્કર થતાં સર્જાયો અકસ્માત, 5 લોકો ઈજાગ્રસ્ત, 6 લોકોના મૃત્યુ…

Published on: 11:47 am, Sat, 25 September 21

અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે અત્યાર સુધીમાં ઘણા નિર્દોષ લોકોએ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે તેવી જ અકસ્માતની ઘટના સામે આવી જ મળતી માહિતી મુજબ રાજસ્થાનમાં આજરોજ સવારે જયપુરના ચક્ષુમાં NH 12 નીમોડીયા વળાંક પર એક ટ્રક અને ઇકો કાર વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો છે.

મળતી માહિતી અનુસાર અકસ્માતમાં પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તેઓને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત અકસ્માત દરમિયાન 6 લોકોના મૃત્યુ થયા છે.

મળતી માહિતી મુજબ લોકો ની રીટની પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમનું અકસ્માત થયું હતું. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં કારમાં સવાર ડ્રાઇવર સહિત છ વિદ્યાર્થીઓ ના મૃત્યુ થયા છે.

આ ઉપરાંત અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તેઓને સારવાર માટે મહાત્મા ગાંધી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

ઉપરાંત મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ ઇકો કાર બારન થી સીકરમાં પરીક્ષા માટે જઈ રહી હતી ત્યારે રસ્તામાં તેમનું ટ્રક સાથે અકસ્માત થયું હતું. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને મૃત્યુની જાણ પરિવારને તથા પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ટ્રક અને ઇકો કાર વચ્ચે ટક્કર થતાં સર્જાયો અકસ્માત, 5 લોકો ઈજાગ્રસ્ત, 6 લોકોના મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*