અરે બાપ રે…! ઝાડ કાપવા માટે યુવક લગભગ 100 ફૂટ ઊંચા તાડીના ઝાડ પર ચડ્યો, ત્યારે યુવક સાથે થયું એવું કે – જુઓ રુવાડા ઉભા કરી દેનારો વીડિયો

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો જોઈને તમારા પણ રુવાડા ઉભા થઇ જશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક ખૂબ જ દોષ સાથે એક તાડીના ઝાડ પર ચડી જાય છે. ત્યાર બાદ યુવક તાડીના ઝાડની ટોચ પર પહોંચીને તાડીનો ઉપરનો ભાગ કાપવા લાગે છે. ત્યારે યુવક સાથે એવું થાય છે કે વિડીયો જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જશે.

હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, લગભગ 100 ફૂટ જેટલું ઊંચું એક તાડીનું ઝાડ દેખાઈ રહ્યું છે. આ તાડી ઝાડની ટોચ પર એક યુવક દેખાઈ રહ્યો છે. આ યુવક ઝાડની ટોચ પર ચડીને ઈલેક્ટ્રીક આરી વડે ઝાડનો ઉપરનો ભાગ કાપી રહ્યો છે.

ત્યારે તાડીના ઝાડનો ઉપરનો ભાગ કપાઈને નીચે પડે છે અને વળી ગયેલું તાડીનું ઝાડ અચાનક સીધું થઈ જાય છે. જેના કારણે તાડીના ઝાડની ટોચ પર બેઠેલા યુવકની હવા ટાઇટ થઇ જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે યુવક તાડીના ઝાડ પર હવામાં જુલવા લાગે છે.

જેના કારણે યુવક ડરના કારણે બુમાબુમ કરવા લાગે છે. આ વિડીયો નીચે ઊભેલા એક વ્યક્તિએ પોતાના ફોનમાં કેદ કરી લીધો હતો. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે કરેલા ભોગવીને જ જવાનું છે. આ વીડિયો જોઈને કેટલા લોકોનો તો શ્વાસ અધ્ધર થઈ ગયો છે. આ વિડીયો ટ્વિટરમાં @thesun નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો અત્યાર સુધીમાં 2 લાખથી પણ વધારે લોકોએ જોયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*