અરે બાપ રે! આ યુટયુબરે એક-એક રૂપિયાના અઢી લાખ સિક્કા આપીને પોતાની મનપસંદ બાઇક ખરીદી, રૂપિયા ગણવામાં પરસેવા છૂટી ગયા…

આ આધુનિક યુગમાં યુવાનો પોતાના શોખ પુરા કરવા માટે ગમે તે કરતા હોય છે ત્યારે આજે આપણે એક એવા જ યુવક વિશે વાત કરીશું કે તેણે મોંઘી બાઇક ખરીદવાનો શોખ પૂર્ણ કર્યો. યુટ્યુબર ભૂપતિ કે જેઓ મોંઘી બાઈક ખરીદવાના શોખીન છે તેમણે 2.5 લાખ રૂપિયાના સિક્કા ઓ ભેગા કરીને બાઈક ખરીદવા ગયા ત્યારે પણ ચોંકી ઉઠયા .

વિસ્તૃતમાં વાત કરીએ ત્યારે આ ભૂપતિ અમ્માપેટેનો રહેવાસી છે તેને બાળપણથી જ સપનું હતું કે મોંઘી બાઇક ખરીદીશ એટલા માટે તેણે તેની પીગી બેંકમાં એક એક રૂપિયાના સિક્કા ભેગા કરતો હતો. ત્યારે એક સમયની વાત છે કે જ્યારે પીગી બેંકમાં દસ હજાર રૂપિયા જમા થયા હતા.

તે સમયે ભૂપતિને ખબર પડતા કે બાઈક ની કિંમત 2.5 લાખ રૂપિયા છે. ભૂપતિએ એ મોંઘી બાઇક માટે વિચાર્યું કે એક એક રૂપિયાના સિક્કામાં જ સંપૂર્ણ રીતે રકમ ચૂકવી એ તો, ત્યારબાદ તે દિવસથી તેણે વિવિધ સ્ત્રોત ના માધ્યમથી સિક્કા જમા કરવાનું શરૂ કર્યું.

ત્યારબાદ તેણે તેના મિત્ર સાથે એવો શો રૂમ શોધવાનું શરૂ કર્યું કે જ્યાં સિક્કામાં ચૂકવણી થઈ શકે અને શક્ય બને તેને સિક્કામાં ચુકવણી કરવામાં વિક્રેતાઓ દ્વારા વાંધા નો સામનો કરવો પડ્યો. ત્યારબાદ ભૂપતિની સિક્કા મારફતે મોંઘી બાઈક ખરીદવાની ઇચ્છા પૂર્ણ થઈ ત્યારે શોરૂમના અધિકારીઓ દ્વારા પણ સિક્કા મારફતે ચુકવણી કરવા માટે સંમત થયા હતા.

જ્યારે શોરૂમ ના અધિકારીઓ સિક્કામાં ચુકવણી કરવા માટે સંમત થયા ત્યારે યુટ્યુબર ભૂપતિ પોતે ખુશ થઈને બોરિયામાં સિક્કાઓ લઈને શોરૂમ ગયો અને બધા જ સિક્કા ના ઢગલા જમીન પર કર્યા લગભગ દસ કલાકની મહેનત બાદ સિક્કાની ગણતરી થઈ અને ત્યારબાદ ચુકવણીની ખાતરી કર્યા પછી ભૂપત બાઇક ખરીદી ને ઘરે પરત ફર્યો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*