અરે બાપ રે…! આ વ્યક્તિ 30 માળની ઊંચી બિલ્ડિંગ પરથી, માત્ર દિવાલના સહારે નીચે ઊતરી રહ્યો છે – જુઓ ચોંકાવનારો વીડિયો…

Published on: 10:47 am, Sun, 26 June 22

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો જોઈને તમે પણ ચોંકી ઉઠશો. વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ 30 માળની ઊંચી બિલ્ડિંગ પરથી સ્પાઈડરમેનની જેમ દિવાના સહારે નીચે ઊતરતો જોવા મળી રહ્યો છે.

હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયો ચીન દેશનો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો, બીજી બિલ્ડિંગમાંથી એક વ્યક્તિ પોતાના મોબાઇલમાં આ વ્યક્તિની હરકતનો વિડીયો ઉતારી રહ્યો છે. આ વિડીયો જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, આ વ્યક્તિ સ્પાઈડરમેનની જેમ દિવાલના સહારે કોઇપણ પ્રકારના ડર વગર નીચે ઊતરતો દેખાઈ રહ્યો છે. આ દ્રશ્ય જોઇને ભલભલા લોકો ચોંકી ઉઠયા છે. જ્યારે આ વ્યક્તિ બિલ્ડિંગમાંથી નીચે ઉતરતી વખતે ત્રીજા માળે પહોંચે છે, ત્યારે ફાયર વિભાગની ટીમતે વ્યક્તિને ત્યાંથી અંદર ખેંચી લે છે.

આ વ્યક્તિ કયા કારણોસર આ રીતે નીચે ઊતરી રહ્યો હતો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો પોત પોતાની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરે બાપ રે…! આ વ્યક્તિ 30 માળની ઊંચી બિલ્ડિંગ પરથી, માત્ર દિવાલના સહારે નીચે ઊતરી રહ્યો છે – જુઓ ચોંકાવનારો વીડિયો…"

Leave a comment

Your email address will not be published.


*