હે ભગવાન આ શું થયું..? લાકડી વીણવા ગયેલી દેરાણી-જેઠાણીનો ધારદાર વસ્તુ વડે જીવ લાવી લીધો, આરોપીએ બંનેના ગળા ચીરી નાખ્યા…

અમદાવાદમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. અમદાવાદની નજીક આવેલા કણભા પાસેના ગામમાં બે મહિલાઓનો ધારદાર વસ્તુ વડે જીવ લઈ લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર દરરોજની જેમાં મહિલાઓ ઘરેથી લાકડીઓ વીણવા માટે સીમમાં ગઈ હતી.

પરંતુ ઘણો સમય થઈ ગયો છતાં પણ મહિલાઓ ઘરે પરત આવી નહીં તેથી પરિવારના સભ્યો હોય તેની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન બંને મહિલાઓના મૃતદેહ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ગામની સીમા માંથી મળી આવેલું મૃતદેહ ગીતાબેન અને મંગીબેન ઠાકોરનું છે.

બંને દેરાણી-જેઠાણી છે. બંને મહિલાઓ દરરોજની જેમ બપોરના સમયે લાકડી વીણવા સીમામાં ગઈ હતી. સામાન્ય રીતે તેઓ બપોરે ઘરે આવી જાય છે. પરંતુ ઘટનાના દિવસે સાંજે પાંચ વાગ્યા છતાં પણ બંને મહિલાઓ ઘરે આવી ન હતી. ત્યારબાદ પરિવારના સભ્યોએ બંને મહિલાઓની શોધખોળ શરૂ કરી હતી.

આ દરમિયાન પરિવારના લોકોને દેરાણી અને જેઠાણીનું મૃતદેહ મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતા ગામના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

આ ઘટનામાં દેરાણી જેઠાણીના ગળાના ભાગે અને માથાના ભાગે ગંભીર ઈજાના ઘા જોવા મળ્યા હતા. બંનેનો જીવ કયા કારણોસર લેવામાં આવ્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસે અજાણ્યા આરોપીને પકડવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે.

એક સાથે એક જ દિવસે દેરાણી જેઠાણીનું મૃત્યુ થતાં પરિવારજનો સહિત આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો. પોલીસે બંને મહિલાઓના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી શરૂ કરી દેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*