હે ભગવાન..! બાઈક પર સવાર ભાઈ-બહેનને ઝડપી ટ્રેલરે કચડી નાખ્યા, ટ્રેલર ચાલક બંનેને 20 ફૂટ સુધી ઘસડી ગયો…બંનેનું એક સાથે ઘટના સ્થળે દર્દનાક મોત…

દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ઘણી વખત અકસ્માતની ઘટનામાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવો પડતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક ઝડપી કાંકરીથી ભરેલા ટ્રેલરે બાઈક પર સવાર ભાઈ અને બહેનને જોરદાર ટક્કર લગાવી હતી.

ટ્રક ચાલક બાઈક સવાર ભાઈ-બહેનને 20 મીટર સુધી પોતાની સાથે ઘસડીને લઈ ગયો હતો. આ ઘટનામાં બંને ભાઈ બહેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર બંનેના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને બંનેના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. ભાઈ અને બહેનોના મૃત્યુના સમાચાર મળતા જ પરિવાર અને અન્ય સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટના શનિવારના રોજ ભરતપુરમાં બની હતી. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે નજરે જોનાર લોકોનું કાળજુ કંપની ઉઠ્યું હતું.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં 21 વર્ષીય અજય અને તેની 23 વર્ષીય બહેન કોમલનું મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર શનિવારના રોજ બંને ભાઈ બહેન બપોરના સમયે બાઇક પર સવાર થઈને ભુસાવર જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં એક ઝડપી ટ્રેલર તેમની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી.

અકસ્માતની ઘટનામાં ટ્રેલર ચાલક બાઈક પર સવાર ભાઈ બહેનને 20 ફૂટ સુધી પોતાની સાથે ઘસડી ગયો હતો. આ કારણોસર બંને ભાઈ બહેન ગંભીર રીતે ઉજાગ્રસ્ત થયા હતા અને બંને ઘટના સ્થળે જ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હાલમાં પોલીસે ટ્રેલર અને બાઈક કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર કોમલ ભુસાવરથી બીએ કરી રહી હતી. તેની શિષ્યવૃત્તિનું ફોર્મ ભરવા માટે તે પોતાના ભાઈ સાથે બાઈક પર ભુસાવર જઈ રહી હતી. જ્યારે અજય RSCIT કરી રહ્યો હતો અને તેની રવિવારના રોજ પરીક્ષા હતી. અજય અને કોમલ ના પિતાનું એક વર્ષ પહેલાં જ અવસાન થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*