મોરબી દુર્ઘટનાને લઈને મોટા સમાચાર..! શું ઓરેવા ગ્રુપના જયસુખ પટેલને જેલમાં જવાનો વારો આવશે..? જયસુખ પટેલ સામે…

Published on: 1:03 pm, Sun, 22 January 23

મિત્રો આજથી ઘણા સમય પહેલા મોરબીમાં આવેલો જુલતો પુલ અચાનક જ તૂટી પડ્યો હતો. જેના કારણે પૂલ પર હાજર સેકડો લોકો એક સાથે મચ્છુ નદીમાં પડી ગયા હતા. મળતા આંકડા મુજબ આ ઘટનામાં 135 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઘટના મોરબીમાં 30 ઓક્ટોબરના રોજ બની હતી.

મોરબીમાં બનેલી આ ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી હતી. મોરબીમાં બનેલી એક ઘટના નો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. મોરબીમાં બનેલી દુર્ઘટનાને લઈને ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે.

મિત્રો તમને જણાવી દઈએ કે જયસુખ પટેલ સામે ધરપકડ કરવા માટેનો વોરંટ જાહેર કરવામાં આવ્યો છે. લુક આઉટ નોટિસ બાદ હવે જયસુખ પટેલ વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો છે. દુર્ઘટના બન્યા બાદ એક પણ વખત જયસુખ પટેલ આવ્યા નથી અને ત્યારે અચાનક જ ગઈ કાલે તેના વકીલે મોરબીની કોર્ટમાં આગોતરની જામીન અરજી કરી હતી.

મોરબીની કોટેમાં જયસુખ પટેલની આગોતર જામીન અરજીપર સુનવાણી એક ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી છે. કારણ કે ફરિયાદી પક્ષે જવાબ દાખલ કરવા માટે સમય માગ્યો હતો. આ ઉપરાંત લગભગ 10 પેઢી પરિવાર જન્વએ શનિવારના રોજ તેમના એડવોકેટ દિલીપભાઈ સાથે મોરબી કોર્ટમાં હાજર થયા હતા. અહીં કોર્ટમાં જયસુખ પટેલના અગોતર જામીનનો વિરોધ કરવા માટે પક્ષકાર બનવા માટે અરજી કરી હતી.

જયસુખ પટેલ સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને તેને કડકમાં કડક સજા થાય તેવી પરિવારના લોકોની માંગ છે. ત્યારે આવનારા સમયમાં કોર્ટ જયસુખ પટેલને લઈને શું ચુકાદો આપે છે તે હવે જોવાનું રહ્યું. મિત્રો શું જયસુખ પટેલને કડકમાં કડક સજા થવી જોઈએ કે નહીં તમે જ કોમેન્ટ બોક્ષમાં કોમેન્ટ કરીને જણાવો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મોરબી દુર્ઘટનાને લઈને મોટા સમાચાર..! શું ઓરેવા ગ્રુપના જયસુખ પટેલને જેલમાં જવાનો વારો આવશે..? જયસુખ પટેલ સામે…"

Leave a comment

Your email address will not be published.


*