હે ભગવાન..! બોટાદના ઢસા ગામે એકટીવા પર જતા માં-દીકરાને કાર ચાલકે કચડી નાખ્યા, માતા અને દીકરાનું ઘટનાસ્થળે રિબાઈ રિબાઈને મોત…

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે બોટાદના(Botad) ઢસા ગામ(Dhasa village) નજીક બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં માતા અને દીકરાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વાત જાણે એમ છે કે ગઢડાના ઢસા ગામે રાજકોટ(Rajkot) રોડ ઉપર આ અકસ્માતની ઘટના બની હતી.

મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટનામાં માતા અને દીકરાને પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃત્યુ પામેલા માં-દિકરો ઢસા જંકશન ગામના હોવાનું જાણવા મળી રહ્યું છે. બોટાદ-ગઢડાના ઢસા ગામે રાજકોટ રોડ ઉપર અકસ્માતની ઘટના બનતા જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

મળતી માહિતી અનુસાર ઢસા ગામે કાર અને એકટીવા વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માતની ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં એકટીવા પર સવાર માતા અને દીકરાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. પ્રાથમિક વિગત મુજબ જાણવા મળી રહ્યું છે કે એક ઝડપી કારે પાછળથી એકટીવાને જોરદાર ટક્કર લગાવી હતી.

મળતી માહિતી અનુસાર માતા અને દીકરો એકટીવા પર કોઈ કામથી બહાર જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેઓ અકસ્માતનો શિકાર બન્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

હાલમાં તો પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની ઘટના કોની ભૂલના કારણે થાય તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. એક જ દિવસે એક જ સાથે માં-દીકરાનું મોત થતા પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*