ચોટીલામાં રસ્તા પર ચાલીને જતા 2 ભાઈઓને ડમ્પરે કચડી નાખ્યા, ડ્રાઇવર વગર ચાલતું હતું ડમ્પર…હિંમતવાળા લોકો જો વિડીયો જોજો…

Published on: 11:29 am, Mon, 15 May 23

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરના(Surendranagar) યાત્રાધામ ચોટીલામાં(Chotila) બનેલી એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતાની ઘટનામાં એક સાથે બે સગાભાઈઓના મોત(Death of two cousins) થયા છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે ચોટીલા મામલતદાર કચેરી નજીક રસ્તા પર ઢાળમાં પાર્ક કરેલું એક ડમ્પર અચાનક જ ડ્રાઇવર વગર આગળ ચાલવા લાગ્યું હતું.

આ દરમિયાન ત્યાં ઉભેલા બે ભાઈઓ ડમ્પરની અડફેટમાં આવી ગયા હતા, આ કારણોસર બંનેના મોત થયા છે. સમગ્ર અકસ્માતની ઘટના ઘટના સ્થળે નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં રૂવાટા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

વિગતવાર વાત કરીએ તો આ ઘટનામાં ચોટેલી મામલતદાર કચેરી પાસેથી પસાર થતા રસ્તા પર રાજસ્થાનના રહેવાસી પુષ્પેન્દ્રસિંહ બુનેરા અને વિરેન્દ્રસિંહ બુનેરા નામના બે સગા ભાઈઓ ચાલીને જઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી આવતા એક ડમ્પરની અડફેટેમાં બંને ભાઈઓ આવી ગયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

સ્થાનિક લોકોએ જોયું ત્યારે ડમ્પરમાં ડ્રાઇવર હતો જ નહીં. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ અકસ્માતની ઘટનામાં બંને ભાઈઓના ઘટનાસ્થળે મોત થયા છે. મળતી માહિતી અનુસાર બંને ભાઈઓને અડફેટેમાં લીધા બાદ ડમ્ફર એક દિવાલ સાથે અથડાયું હતું.

એક સાથે બે સગા ભાઈઓના મોત થતા પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બંનેના મૃતદેહને ચોટીલા પોલીસે સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. હાલમાં તો પોલીસે સમગ્ર ઘટનાને લઈને અકસ્માતે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળી રહ્યું છે કે આ અકસ્માતની ઘટના રવિવારના રોજ બની હતી.

રવિવાર હોવાના કારણે મામલતદાર કચેરીના દરવાજા પાસે અરજદારોની મોટી સંખ્યા ન હતી. જો આડા દિવસે આ અકસ્માતની ઘટના બની હોત તો મોટી દુર્ઘટના બની હોત. જાણવા મળી રહ્યું છે કે, ડમ્પરચાલક રોડ ઉપર હેન્ડ બ્રેક વગર ડમ્પર ઊભું મૂકીને જતો રહ્યો હતો. જેના કારણે આ ઘટના બની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ચોટીલામાં રસ્તા પર ચાલીને જતા 2 ભાઈઓને ડમ્પરે કચડી નાખ્યા, ડ્રાઇવર વગર ચાલતું હતું ડમ્પર…હિંમતવાળા લોકો જો વિડીયો જોજો…"

Leave a comment

Your email address will not be published.


*