હે ભગવાન..! ખેતરેથી બાઈક પર ઘરે જઈ રહેલા બાપ-દીકરાને રસ્તામાં નડ્યો અકસ્માત, બંનેનું એક સાથે કરુણ મોત…

Published on: 11:25 am, Tue, 13 December 22

સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં એક જણાની બેદરકારીના કારણે હસતો ખેલતો પરિવાર વિખરાઈ જતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર પિતા અને પુત્રને એક અજાણ્યા વાહને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતની ઘટનામાં પિતા અને પુત્રને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ કારણસર બંનેનું કરુણ મોત થયું હતું. એક સાથે એક જ દિવસે પિતા અને પુત્રનું મોત થતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. મળતી માહિતી અનુસાર પિતા અને પુત્ર બાઈક પર ખેતરેથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો.

આ સમગ્ર ઘટના આજરોજ વહેલી સવારે બની હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે. આ ગંભીર અકસ્માતની ઘટના રાજસ્થાનના તખાતગઢ માંથી સામે આવી રહી છે. અકસ્માતની ઘટનામાં 65 વર્ષીય ભબુતસિંહ અને તેમના 32 વર્ષીય દીકરા વિક્રમનું દર્દનાક મોત થયું છે.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે જણાવ્યું કે આ દિવસોમાં ખેતરમાં સિંચાઈ માટે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જેના કારણે સોમવારના રોજ રાત્રે બાપ દીકરો બંને ખેતરે રોકાયા હતા. મંગળવારના રોજ સવારે બંને બાઈક પર સવાર થઈને ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન બલાણા-ગુડિયા પાસે અજાણ્યા વાહન ચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે બાપ દીકરો ફંગોળાઈને રોડ ઉપર નીચે પડ્યા હતા. અકસ્માતની ઘટનામાં બંનેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતી હતી. આ કારણોસર બંનેના દર્દનાક મોત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. બાપ અને દીકરાનું એક જ દિવસે એક સાથે મૃત્યુ થતાં પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે કેસ નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે તેની શોધખોળ શરૂ કરી છે. એક સાથે બાપ અને દીકરાની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હે ભગવાન..! ખેતરેથી બાઈક પર ઘરે જઈ રહેલા બાપ-દીકરાને રસ્તામાં નડ્યો અકસ્માત, બંનેનું એક સાથે કરુણ મોત…"

Leave a comment

Your email address will not be published.


*