હે ભગવાન..! અમદાવાદમાં ગાય માતા આ કારણોસર મકાનની ગેલેરીમાંથી નીચે કૂદી ગઈ, વીડિયો જોઈને રુવાટા બેઠા થઈ જશે…

Published on: 3:01 pm, Fri, 23 September 22

મિત્રો હાલમાં ગુજરાત રાજ્યમાં રખડતા ઢોરનો મુદ્દો ચર્ચામાં ચાલી રહ્યો છે. રાજ્યમાં રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટની ઝાટકણી બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે.

જેમાં રખડતા ઢોર પકડવા જતા એક ગાય એક મકાનના પહેલા માળે પહોંચી ગઈ હતી. ત્યારે કેટલાક લોકો ગાયને પકડવા જાય છે. ત્યારે ગાય પહેલા માળની ગેલેરીમાંથી નીચે કૂદકો મારે છે. આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો અમદાવાદના ગોમતીપુર વિસ્તારનો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગાયને પકડવા આવેલા લોકોને જોઈને ડરી ગયેલી ગાય માતાએ પહેલા માળેથી કૂદકો માર્યો.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોના મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા આ વિડીયો અમદાવાદનો છે કે આવી કોઈ ઘટના અમદાવાદમાં બની છે કે એમ એ અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી અને તેમને આ બાબતે કોઈ જાણ પર નહોતી કરી એવું તેમને જણાવ્યું છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ગાય એક મકાનની ગેલેરીમાં ઊભેલી દેખાઈ રહી છે. કેટલાક લોકો પાછળથી ગાયને પકડવા આવે છે. તેને જોઈને ગાય પહેલા માળેથી નીચે જમ્પ લગાવી દે છે. આ ઘટનામાં ગાય માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ગાય માતા પહેલા માળેથી નીચે પડતા જ તેમના પગના અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિડીયો જોઈને તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો