સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ખૂબ જ નજીક આવી રહી છે અને રાજકારણમાં પણ ગરમાવો આવી રહ્યો છે. ભાજપના ગઢમાં ગાબડાં પડી રહ્યા છે તો ક્યાંક કોંગ્રેસના ગઢમાં ગાબડા પડી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની હાલત ખૂબ જ ખરાબ હોય તેવું લાગી રહ્યું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી કોંગ્રેસને એક બાદ એક મોટા મોટા ફટકા પડી રહ્યા છે. કેટલીક જગ્યા પર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર નો વિરોધ કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં કોંગ્રેસમાં ઉમેદવારોની વહેંચણીને લઇને નારાજગી વ્યક્ત કરતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કિરીટ પટેલે પોતાનું રાજીનામું પક્ષ ની સામે ધરી દીધું હતું.બીજી તરફ જિલ્લા મંત્રી પ્રદિપસિંહ ઠાકોરે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યો હતો.
અને પ્રદીપ ઠાકોર કોંગ્રેસ ના પાયા ના કાર્યકર્તાઓ માંથી એક હતા. તેમને ટીકીટની માંગણી કરી હતી પરંતુ કોંગ્રેસે ટિકિટ કાપતા પક્ષમાંથી નારાજ થઈને પોતાનું રાજીનામુ ધરી દીધું હતું. મહત્વનું છે.
કે પ્રદીપ ઠાકોર કોંગ્રેસ સાથે છેલ્લા 15 વર્ષથી જોડાયેલા હતા.ટિકિટની વહેંચણી ને લઈને ગાંધીનગરમાં પણ કોંગ્રેસમાં ભંગાણ થયું હતું અને પૂર્વ જિલ્લા પ્રમુખ જસુભા રાણા એ પક્ષમાંથી પોતાનું રાજીનામું આપ્યું હતું.
જશુ રાણાએ છાલા બેઠક પરથી પોતાના સમર્થક માટે ટિકિટ ની માગણી કરી હતી પણ કોંગ્રેસ દ્વારા તેઓના સમર્થક ને ટિકિટ આપવામાં આવી ન હતી. તેથી તેઓ રોષે ભરાયા અને રાજીનામું આપી દીધું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment