વંશવાદ ના સવાલ પર રાહુલ ગાંધીએ આપ્યો મહત્વનો જવાબ, કહ્યુ કે 30 થી 35 વર્ષથી મારા પરિવારમાં…

Published on: 3:40 pm, Sat, 13 February 21

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પરિવારવાદ પર શુક્રવારે કહ્યું કે, છેલ્લા 30 થી 35 વર્ષથી મારા પરિવારમાંથી કોઇ પ્રધાનમંત્રી બન્યો નથી અને UPA ની સરકારમાં પણ તેમના પરિવારમાંથી કોઈ વ્યક્તિ સામેલ ન હતું.

શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર દીપેશ ચક્રવર્તી સાથે વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન તેમણે અનેક મુદ્દાઓ પર વાતચીત કરી હતી. તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ‘સપના વેચવા નો ‘ આરોપ પણ લગાવ્યો હતો.

વંશવાદ સાથે જોડાયેલા સવાલ પર તેઓએ કહ્યુ કે,મારા પરિવારમાંથી છેલ્લી વાર 30-35 વર્ષ પહેલાં પ્રધાનમંત્રી બન્યા હતા અને UPA ni સરકાર માં મારા પરિવારમાંથી કોઈ સામેલ ન હતું.અને તેઓએ વધારેમાં કહ્યું કે હું કેટલાક મૂલ્યો માટે લડું છું.

અમે એ ના કહી શકો કે હું રાજીવ ગાંધી નો પુત્ર છું તો હું આ મૂલ્યો માટે કેમ ના લડું. લોકશાહી સાથે જોડાયેલા સવાલ પર તેમને કહ્યું કે, આધુનિક યુગમાં મહાત્મા ગાંધી, બી.આર. આંબેડકર.

જવાહરલાલ નેહરુ અને મૌલાના આઝાદે કેટલાક વિચારો આપ્યા હતા કે ભારતીય લોકશાહી કેવી હોવી જોઈએ.દુનિયાના જુદા જુદા દેશોમાં સ્ટ્રોંગ લીડર તરીકે કેટલાક નેતાઓના ઉભરવા વિશે તેઓએ કહ્યુ કે,લોકોની પરેશાની વચ્ચે અનેક નેતા આવે છે.

અને કહે છે કે તે દરેક સમસ્યાનું સમાધાન કરશે પરંતુ તે સમસ્યાનું સમાધાન કરી શકતા નથી.ખેડૂતોના આંદોલનના ઉલ્લેખ કરતાં કોંગ્રેસના નેતાએ આરોપ લગાવ્યો કે પ્રધાનમંત્રી કેટલાક ઉદ્યોગપતિઓના ફાયદા માટે આ કાનૂન લાવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વંશવાદ ના સવાલ પર રાહુલ ગાંધીએ આપ્યો મહત્વનો જવાબ, કહ્યુ કે 30 થી 35 વર્ષથી મારા પરિવારમાં…"

Leave a comment

Your email address will not be published.


*