રાજ્યમાં ઓબીસી મતદારો ભાજપથી દૂર ભાગતા આ નેતાને બનાવશે નવા ટર્મ ના મુખ્યમંત્રી.

241

ઉત્તર પ્રદેશ મુદ્દે ભાજપ અને સંઘના નેતાઓ બેઠકો પર બેઠક કરી રહ્યા છે ત્યારે યોગી આદિત્યનાથ ગુરુવારે સાંજે રાજ્યપાલ આનંદીબેન પટેલને મળવા જતા મંત્રીમંડળના વિસ્તરણ ની અટકળો તેજ બની છે. એવી વાતો ચાલી રહી છે.

કે મોદીના માનીતા એ.કે.શર્માને નાયબ મુખ્યમંત્રી પદ અપાશે જ્યારે કેશવ પ્રસાદ મૌર્ય ને સરકારમાંથી રાજીનામું અપાવીને સંગઠનમાં લઈ જવાશે. આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે મૌર્ય ને સ્વતંત્ર દેવ સિંહના સ્થાને પ્રદેશ પ્રમુખ બનાવાય અને અંદરખાને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે આગળ કરાશે.

તેવી વાતો પણ ચાલી રહી છે. ઓબીસી નેતા મૌર્ય પ્રદેશ પ્રમુખ હતા ત્યારે ભાજપે ઉત્તર પ્રદેશમાં સતાનો વનવાસ પૂરો કરીને ભવ્ય જીત મેળવી હતી.

એ વખતે મૌર્ય ને મુખ્યમંત્રી પદે બેસાડવાનું નક્કી હતું પણ યોગી શક્તિ પ્રદર્શન કરીને ગાદી પર બેસી ગયા. ઓબીસી મતદારો ભાજપથી દૂર ભાગ્યા છે અને સમાજવાદી પાર્ટી તરફ વળ્યા છે.

પંચાયતની ચૂંટણીમાં સ્પષ્ટ દેખાઈ ગયું છે અને ઓબીસી મતદારો ને ભાજપ તરફ વાળવા હાઇકમાન્ડ ફરી મૌર્ય ને મેદાન માં ઉતારશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!