સુરત(Surat) શહેરમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. સુરતમાં વધુ એક ગર્ભવતી મહિલાનું અચાનક જ મોત થવાની ઘટના સામે આવી રહી છે. નવાગામ વિસ્તારમાં રહેતી ગર્ભવતી મહિલાને(pregnant woman) ઝાડાની તકલીફ હતી. જેના કારણે સવારમાં ઉઠ્યા બાદ મહિલા ટોયલેટમાં ગઈ હતી. આ દરમિયાન ટોયલેટ ની અંદર અચાનક જ મહિલાને ગભરામણ થઈ ગઈ હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા.
ત્યારબાદ પરિવારના લોકો ગર્ભવતી મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી. વિગતવાર વાત કરીએ તો મૂળ મહારાષ્ટ્રના વતની રમેશભાઈ ગાયકવાડ નામના વ્યક્તિ પોતાની પત્ની રત્ના અને ચાર વર્ષની દીકરી સાથે નવાગામ વિસ્તારમાં આવેલી સરસ્વતી સોસાયટીમાં રહેતા હતા.
રાકેશભાઈ છેલ્લા 15 વર્ષથી સુરતમાં રહી મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. હાલમાં તેમની પત્ની રત્નાને ચાર માર્ક્સનો ગર્ભ હતો. મળતી માહિતી અનુસાર ગર્ભવતી રત્નાબેનને ઝાડાની પ્રોબ્લેમ હતી. જેના કારણે આજ રોજ સવારે ઉઠ્યા બાદ તેઓ ટોયલેટમાં ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે ટોયલેટ માંથી બહાર નીકળ્યા બાદ તેમને અચાનક જ ગભરામણ થઈ હતી.
જેથી તેમના પતિએ તેમને કહ્યું હતું કે, થોડોક આરામ કરી લે. થોડીક વાર પછી જ્યારે રમેશભાઈ પોતાની પત્નીને ઉઠાડે છે પરંતુ તેની પત્ની ઉઠતી નથી. જેથી રમેશભાઈ મકાન માલિક સહિતના લોકોને પોતાના ઘરે બોલાવે છે. ત્યારબાદ રત્ના બેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
હે ભગવાન આવું દુઃખ કોઈને ન આપતો..! સુરત શહેરમાં સવાર સવારમાં ગર્ભવતી મહિલાનો અચાનક જ કરુણ મોત…4 વર્ષની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી… pic.twitter.com/BioXn4puJg
— GUJJU ROCKZ (@gujju_rockz) May 19, 2023
સિવિલ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે રત્નાબેનની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. જેના કારણે પરિવારમાં દુઃખનો માહોલ જોવા મળ્યો હતો. રત્નાબહેનના મોતના કારણે એકની એક દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે. અચાનક જ તેમનું મૃત્યુ કયા કારણોસર થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment