પરિણીત મહિલાએ પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો, સુસાઇડ પહેલા વિડીયો બનાવીને એવું કહ્યું કે… જુઓ સુસાઈડ પહેલાનો વિડિયો…

Published on: 6:07 pm, Fri, 19 May 23

દેશભરમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં એક મહિલાએ વિડીયો અને સુસાઇડ નોટ લખીને પંખા સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સુસાઇડ પહેલા નો મહિલાનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહિલાએ સુમિત પટેલ નામના વ્યક્તિ ઉપર સુસાઇડ માટે ઉશ્કેરવા અને ટોચર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

વીડિયોમાં મૃત્યુ પામેલી મહિલા સ્પષ્ટ શબ્દોમાં કહી રહી છે કે, મારા મોતનું કારણ સુમિત શર્મા છે. હું મારા પરિવારના સભ્યો અને મારા પતિ સાથે ખૂબ જ ખુશ છું અને આ સુમિત શર્માને છોડતા નહીં. તેને સજા અપાવીને રહેજો. આજરોજ સવારે પરિણીત મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

મળતી માહિતી અનુસાર આ ઘટના રાજસ્થાનમાંથી સામે આવી રહી છે. આ ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાનું નામ અનિતા હતું અને તેની ઉંમર 34 વર્ષની હતી. અનિતાએ આજરોજ સવારે રૂમમાં સેલિંગ ફેન સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ પરિવારના સભ્યો તાત્કાલિક અનિતાને હોસ્પિટલ લઈ ગયા હતા.

જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે અનિતાની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી અનિતાના પરિવારના સભ્યો કેસ નોંધાવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મોબાઈલ માંથી મળેલી સુસાઇડ નોટ અને વીડિયોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃત્યુ પામેલી અનિતાએ સુસાઇડ કરતા પહેલા તેના મોબાઇલમાં એક વિડીયો બનાવ્યો હતો. જેમાં અનિતાએ સુમિત શર્મા નામના વ્યક્તિના કારણે તે આ પગલું ભરે છે તેવું કહેતા નજરે પડી રહે છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે સુમિત શર્મા નામનો વ્યક્તિ અનિતાને ખૂબ જ હેરાન પરેશાન કરતો હતો. તેના ત્રાસથી કંટાળીને અનિતાએ આ પગલું ભરી લીધું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પરિણીત મહિલાએ પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો, સુસાઇડ પહેલા વિડીયો બનાવીને એવું કહ્યું કે… જુઓ સુસાઈડ પહેલાનો વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*