હવે તો મામલો મેદાને ચડ્યો..! બાગેશ્વર બાબાના મુદ્દે શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, “ધતિંગ કરતા બાબા BJPનું…” જુઓ વિડિયો…

Published on: 4:25 pm, Fri, 19 May 23

હાલમાં તો સોશિયલ મીડિયામાં જ્યાં જુઓ ત્યાં બાગેશ્વર બાબા(Bageshwar Baba) તરીકે ઓળખાતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની જ ચર્ચાઓ ચાલી રહી છે. ગુજરાતમાં હાલમાં બાબા વાઘેશ્વર ચર્ચાનો મુદ્દો બની ગયા છે. ઘણા લોકોએ ધીરેન્દ્ર શાસ્ત્રીના મુદ્દા પર અલગ-અલગ પ્રકારના નિવેદનો આપ્યા છે. ત્યારે સુરત શહેરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને(Dhirendra Shastri) લઈને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ(Shankar Singh Vaghela) નિવેદન આપતા જણાવ્યું હતું કે, “ધર્મના નામે ધતિંગ કરતાં આ બાબા બીજેપીનું માર્કેટિંગ કરે છે.”

વધુમાં કહ્યું કે દેશમાં ધર્મના નામે ધતિંગ કરનાર લોકો ઓછા નથી અને તેઓ ક્યારેય ભૂખ્યા નથી મળતા. તેમનો આ પ્રકારનો જ ઉપયોગ થાય છે. ધર્મનો રાજકારણમાં ઉપયોગ ન કરવો જોઈએ. વધુમાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, ગુજરાતમાં ધર્મના નામે આ પ્રકારના નાટક બંધ કરી દેવા જોઈએ. ભારતીય જનતા પાર્ટી દ્વારા આ રીતે ભગવાધારીનો દુરુપયોગ કરવામાં આવે છે અને ચમત્કારના નામે ખોટા નાટક કરવામાં આવે છે. આવા બધા બાબાઓના જે ભક્તો હોય તેને આગળ જઈને ઘણું બધું ભોગવવું પડશે.

શંકરસિંહ વાઘેલાએ આપેલા આ નિવેદનને લઈને રાજકારણ ઘરમાં આવ્યું છે. આ મુદ્દા પર ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે, બાપુને કોઈ એક ગેરમાર્ગે દોર્યા છે. ભાજપ એ બાબાના કાર્યક્રમનું આયોજન નથી કર્યું. મિત્રો તમને જણાવી દે કે આગામી દિવસોમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાતમાં દિવ્યા દરબાર યોજવાના છે.

જેમાં સુરત, અમદાવાદ અને રાજકોટ ખાતે યોજના આ દિવ્ય દરબારને લઈને દરરોજ અલગ અલગ અપડેટો સામે આવી રહી છે. તેવામાં શંકરસિંહ વાઘેલાએ આપેલા નિવેદનને લઈને હવે મામલો મેદાને ચડ્યો છે. હવે તો બાઘેશ્વર બાબાના વિરુદ્ધમાં બાપુની એન્ટ્રી થઈ ગઈ છે. હાલમાં તો ગુજરાતમાં ચારેય બાજુ બાગેશ્વર બાબાના મુદ્દાને લઈને જ ચર્ચાઓ ચાલી રહે છે. ઘણા લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે અથવા તો ઘણા લોકો તેમને સપોર્ટ કરી રહ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે 26 અને 27 મેના રોજ સુરતના નીલગીરી મેદાનમાં બાગેશ્વર બાબાનો કાર્યક્રમ યોજવાનો છે. જ્યારે 29 અને 30 મેના રોજ અમદાવાદના ઘાટલોડીયાના ચાણક્યપુર ખાતે પણ દિવ્ય દરબારનું આયોજન છે. આ ઉપરાંત 1 જુન અને 2 જૂનના રોજ રાજકોટના રેસકોર્સ મેદાનમાં પણ બાબાના દરબારનું આયોજન છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હવે તો મામલો મેદાને ચડ્યો..! બાગેશ્વર બાબાના મુદ્દે શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, “ધતિંગ કરતા બાબા BJPનું…” જુઓ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*