ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે. રખડતા ઢોરના કારણે અત્યાર સુધીમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે રખડતા ઢોરના કારણે ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે. ત્યારે હાલમાં મહીસાગર માંથી રખડતા ઢોરના આંતકનો એક વિડીયો સામે આવી રહ્યો છે.
અહીં રસ્તા ઉપર શાંતિથી ચાલીને જતા દાદા અને દીકરીને રખડતા ઢોરે અડફેટેમાં લીધા હતા. ઘટનામાં બંને ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા અને રખડતા ઢોરને ત્યાંથી બગાડ્યા જેથી દાદા અને દીકરીનો જીવ બચી ગયો હતો.
સમગ્ર ઘટનાને વિગતવાર વાત કરીએ તો લુણવાડાના પરા બજાર વિસ્તારમાં આવેલા ગણપતિ મંદિર ચોક પાસે આ ઘટના બની હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ માં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, ગણપતિ મંદિર બાજુ ચાલીને આવી રહેલા દાદા અને દીકરી પર પાછળથી આવતા રખડતા ઢોરે જોરદાર પ્રહાર કર્યો હતો.
આ કારણોસર આ ઘટનામાં દાદા અને દીકરી બંને ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટના બનતા જ સ્થાનિક લોકોએ રખડતા ઢોરને ભગાવાના પ્રયાસો કર્યા હતા. ટૂંક સમયમાં રખડતા ઢોરને ભગાવીને સ્થાનિક લોકોએ દાદા અને દીકરીનો જીવ બચાવી લીધો હતો.
સમગ્ર ઘટના બન્યા બાદ સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ 108 ની ટીમને કરી હતી. ત્યારબાદ દાદા અને દીકરીને 108 ની મદદ થી સારવાર માટે જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદી થઈ ગઈ છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો નગરપાલિકાની કામગીરી સામે અલગ અલગ પ્રકારના સવાલો ઉઠાવી રહ્યા છે. આ પહેલા પણ ઘણા નિર્દોષ લોકો સાથે આ પ્રકારની ઘટના બની ચૂકી છે. રખડતા ઢોરના કારણે ઘણા હસતા ફેલતા પરિવારો વિખરાઈ ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment