સુરતમાં રેલ્વે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડવા જતા યુવકનું મોત, 4 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી…જુઓ મોતનો ધ્રુજાવી દેતો LIVE વિડિયો…

Published on: 3:23 pm, Tue, 14 March 23

સુરત શહેરમાં રેલ્વે સ્ટેશન પર બનતી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચાલતી ટ્રેનમાં ચડવાના પ્રયાસમાં એક યુવકને મોત આંબી ગયું છે. સમગ્ર ઘટના રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મોતના આ ધ્રુજાવી દેતા સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પરની છે. અહીં એક યુવક પોતાના સંબંધીઓ માટે ટ્રેનમાં જગ્યા કરવા માટે ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરે છે. ટ્રેનમાં ચડવાના પ્રયાસમાં યુવક પોતાનું બેલેન્સ ગુમાવે છે. જેથી તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યામાં પડી જાય છે. આ કારણોસર યુવક ટ્રેનની નીચે કચડાઈ ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ ઇમરાન ખાન હતું. તેના ઘરે સામાજિક પ્રસંગ હોવાના કારણે સંબંધીઓ ઘરે આવ્યા હતા. પ્રસંગ પૂરો થયા બાદ તે સંબંધીઓને રેલવે સ્ટેશન પર મુકવા માટે ગયો હતો. આ દરમિયાન સંબંધીને ટ્રેનમાં બેસવા માટે જગ્યાની વ્યવસ્થા કરવા યુવક ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરે છે.

યુવકે બે વખત ચાલતી ટ્રેનમાં જડવાનો પ્રયાસ કર્યો અને ત્રીજી વખત જ્યારે યુવક ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરવા ગયો ત્યારે તેને મોત આંબી ગયું હતું. યુવકનું મૃત્યુ થતાં જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. યુવકના મૃત્યુના કારણે ચાર બાળકોએ પિતાની છત્ર છાયા ગુમાવી છે. મૃત્યુ પામેલો યુવક સુરતના રિંગ રોડ સ્થિત ઉંમરવાળા વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. યુવકનું નામ ઇમરાન ખાન હતું અને તેની ઉંમર 33 વર્ષની હતી.

યુવક પોતાના ઘરે પ્રસંગમાં આવેલા મહેમાનોને ઉધના રેલ્વે સ્ટેશન મુકવા માટે ગયો હતો. આ દરમિયાન પ્લેટફોર્મ નંબર ત્રણ પર પારડી લોકલ મેમુ ટ્રેન આવી ગઈ હતી. સંબંધીને જગ્યા મળી જાય તે માટે યુવક ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરે છે. ટ્રેનમાં ચડતી વખતે યુવકનો પગ લપસી ગયો હતો અને તે સીધો નીચે પડ્યો હતો. આ ઘટનામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

સમગ્ર ઘટના બન્યા બાદ યુવકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનો જીવ ચાલ્યો ગયો હતો. મિત્રો દરેક લોકોને સૂચના આપવા માંગે છે કે કોઈ દિવસ ચાલતી ટ્રેનમાં ચડવું કે ઉતરવું ન જોઈએ કારણ કે આપણી એક નાનકડી એવી ભૂલ આપણો જીવ જોખમમાં મૂકી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં રેલ્વે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડવા જતા યુવકનું મોત, 4 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી…જુઓ મોતનો ધ્રુજાવી દેતો LIVE વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*