Tiktok માંથી ફેમસ બનેલી સુરતની કીર્તિ પટેલ ફરી એક વખત ચર્ચામાં આવી છે. કીર્તિ પટેલ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર જૂનાગઢના ભેસાણમાં કીર્તિ પટેલ અને તેના સાથીદારોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા 2 કાર પણ જપ્ત કરી લેવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, કીર્તિ પટેલ ઈન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવીને જમન ભાયાણી નામના વ્યક્તિને ધમકીઓ આપી હતી. જમન સાથે બબાલ કરવા માટે કીર્તિ પટેલ પોતાના સાથીદારો સાથે જુનાગઢના ભેસાણમાં પહોંચી હતી. મોટી બબાલ થાય તે પહેલા તો ભેસાણ પોલીસે કીર્તિ પટેલ અને તેના સાથીદારોની ધરપકડ કરી હતી.
સુરતથી સાથીદારો લઈને આવેલી કીર્તિ પટેલની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખૂબ જ મોટી માથાકૂટ થાય પહેલા ભેસાણ પોલીસે કીર્તિ પટેલ અને તેના સાથીદારોની ધરપકડ કરી લીધી હતી. આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કીર્તિ પટેલ રસ્તાની વચ્ચોવચ મહિલા કોન્સ્ટેબલ અને પોલીસ જવાનો સાથે માથાકૂટ કરતી જોવા મળી રહી છે અને પોલીસની સામે જોર જોરથી બૂમો પાડતી જોવા મળી રહે છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણી વિશે પણ બોલતી જોવા મળી રહે છે.
આટલું જ નહીં પરંતુ કીર્તિ પટેલ પોલીસને કહી રહી છે કે અમે કોઈ આંતકવાદી નથી કે અમને આવી રીતે રોકવામાં આવે. પોલીસને ડરાવવા માટે કીર્તિ પટેલ રસ્તાની વચ્ચોવચ બોલી રહે છે કે, જો મને આજે ન્યાય નહીં મળ્યો તો હું દવા પી જઈશ અને તેના જવાબદાર માત્રને માત્ર ભાયાણી અને અહીંયાની પોલીસ રહેશે.
જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને સોશિયલ મીડિયા પર લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ પહેલા પણ કીર્તિ પટેલ ઘણા વિવાદોથી ઘેરાયેલી છે. ત્યારે વધુ એક વિવાદમાં કીર્તિ પટેલ આવી છે. હવે આગળ જોવાનું રહ્યું કે શું થાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment