કોઈ કામ કઠિન નથી… અમદાવાદના હીનાબેન રોજ શહેરમાં 100 કિલોમીટર ફરીને લોકોના ઘરે ફૂડ ડિલિવરી કરે છે, તેઓ બીજી મહિલાઓ માટે પ્રેરણારૂપ સાબિત થયા…

મહિલા ધારે તો શું ન કરી શકે! આ કહેવતને સાર્થક કરતી એક મહિલા વિશે આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છે, ત્યારે આ મહિલાની ઉંમર 40 વર્ષ છે. જેમને માત્ર 10 સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલ food delivery કરતી food delivery women તરીકે ઓળખાય છે. કહેવાય છે કે જો માણસમાં ધગશ હોય અને હિંમત હોય તો તે બધું જ કરી શકે છે. અશક્ય વસ્તુને પણ શક્ય બનાવી દે છે ત્યારે આ મહિલા જે અમદાવાદની રહેવાસી છે.

જે પહેલાં food delivery women તરીકે ઓળખાઇ રહી છે. આ હીનાબેન વિશે વિસ્તૃતમાં વાત કરીશું તો તેમણે ચાર વર્ષ પહેલાં swiggy માં food delivery કરતા હતા. જોકે અમુક સંજોગો પ્રમાણે તેમણે એ જોબ મૂકી દીધી હતી અને ફરીથી બીજું કામ કરવાનું શરૂ કર્યું હતું, ત્યારે તેમની એક ઇન્ટરવ્યૂમાં જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમનું કહેવું છે કે કોઈપણ દૃષ્ટિએ કોઈ કામ નાનું નથી હોતું.

માણસ ધારે તો શું ન કરી શકે એવામાં તેમણે પહેલેથી માર્કેટિંગ લાઈનમાં જ કામ કરવાનું વધારે પસંદ કર્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે એક વાર તેઓ પ્રહલાદ નગર પાસે બેઠા હતા. ત્યારે ફૂડ ડિલિવરી બોય બાઈક પર જતો હતો. ત્યારે થયું કે ફૂડ ડિલિવરીનું કામ સૌ કોઈ લોકો કરી શકતા હોય તો મહિલાઓ કેમ ન કરી શકે? એવામાં તેમણે સ્વિગીનો સંપર્ક કર્યો અને તેઓ ઇન્ટરવ્યૂમાં પણ સિલેક્ટ થઇ ગયા.

હીનાબેનના પરિવાર વિશે વાત કરીશું તો તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી. તેમના પિતા વાયરમેન હતા અને માતા પણ બીજાને ત્યાં જઈને રસોઈ બનાવી ગુજરાન ચલાવતા હતા. વિસ્તૃતમાં જણાવતા કહીશ તો 2005માં હીનાબેનના પિતાનું અવસાન થયું પછી બધી જ જવાબદારી હીનાબેન પર આવી પહોંચી હતી.તેથી તેઓ મુંઝાયા નહિ અને કોઈ પણ હિંમત હાર્યા વગર 2007થી ટાટા ઇન્ડિકોમ માર્કેટિંગ વિભાગમાં નોકરી કરવાનું શરૂ કર્યું હતું.

તેઓ તેમની આર્થિક સ્થિતિ જાણતા હતા તેથી તેમણે વિચાર્યું કે હું દીકરી એટલે કામ ન કરી શકું એવું નહીં. પરંતુ દીકરી પણ દીકરાની સમાન જ હોય છે તેથી તેમણે નવમા ધોરણથી જ કામ કરવાનું શરૂ કર્યું હતું. આ food delivery woman હીનાબેન કે જેમણે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમણે વિચાર્યું કે રેસ્ટોરન્ટ વાળા લોકો કેવા હશે પાર્સલ કસ્ટમર કેવા હશે.

પરંતુ તેમણે હિંમત હારી નહીં અને એવા તમામ અનુભવો પણ કર્યા એટલું જ નહીં પરંતુ જ્યાં તેઓ ફૂડ પાર્સલ ડીલીવરી કરવા છતાં ત્યારે કસ્ટમર ખુશ થઇ જતા અને તેમને સન્માનની દ્રષ્ટિએ જોવામાં આવતા.ક્યારેક તો તેમની સાથે લોકો સેલ્ફી પણ આવતા હતા. તેવામાં આજે યુગ બદલાઇ ગયો છે અને દીકરાની સાથે દીકરીઓ પણ હાથ મિલાવીને ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*