આ બહેન પર કોઈને ન આવી દયા, રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગ મહિલા દર્દીને સિક્કા માટે ધક્કા ખાતી રહી, પરંતુ કોઈ પણ…

આપણી સમક્ષ અવનવા બનાવ સામે આવતા હોય છે, તેમાંથી અમુક બનાવતો એવા હોય છે, કે માનવતાને શર્મસાર બનાવી દે. ત્યારે આજે આપણે એક એવી જ વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમાં માનવતા બની શરમજનક. આ બનાવ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હોસ્પિટલ ની સિસ્ટમ સ્ટાફની માનવતા સામે અનેક સવાલો ઉભા થયા છે.

ત્યારે કહી શકાય કે એક બાજુ રાજ્ય અને કેન્દ્ર સરકાર કરોડો રૂપિયાના ખર્ચાઓ સિવિલ હોસ્પિટલની અંદર અને આરોગ્યની સારી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે ખર્ચી રહ્યા છે. અને સારી સુવિધા મળી શકે તે માટે મહેનત કરે છે, ત્યારે બીજી બાજુ જોવા જઈએ તો દર્દીઓને ઉપયોગી થાય અને હોસ્પિટલના તંત્ર સુવ્યવસ્થાનો સુવિચાર યોગ્ય થાય તેવી વ્યવસ્થા નામે મીંડુ છે.

આજે રાજકોટ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં એવા દ્રશ્યો સર્જાયા હતા. તે જોઈને સૌ લોકો દંગ થઈ ગયા એક દિવ્યાંગ મહિલા ચાલવામાં સક્ષમ હોવા છતાં તેની સારવાર માટે અહીં આવી હતી. ત્યારે સિવિલ હોસ્પિટલની બેદરકારી જોઈને કહી શકાય કે એક પણ સ્ટાફ તેના માટે વિલચેર ની વ્યવસ્થા ન કરી, જે વાત બિલકુલ શરમજનક કહી શકાય.

એક દિવ્યાંગ મહિલા ને આમ થી તેમ દોડતા જોઈને પણ કોઈ ત્યાં ફરક્યું નહીં અને આ દિવ્યાંગ મહિલા ધુમ તડકો હોવા છતાં એક બિલ્ડિંગમાંથી બીજી બિલ્ડિંગમાં સિક્કા મારવા માટે ધક્કા ખાતી હતી. ત્યારે મનમાં સવાલો ઉભા થયા છે કે શું એક જ બિલ્ડિંગની અંદર બોર્ડના સ્થળ પર જ દર્દીને સુવિધાઓ ન મળી શકે??

ત્યારે સિવિલ હોસ્પિટલની બેદરકારી જોતાં જ લાગી રહ્યું હતું કે અહીં આવશ્યક સુવિધાઓને લઇને બેદરકારી દેખાઈ આવે છે. કહીએ તો સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પીટલ એટલે રાજકોટની સિવિલ હોસ્પિટલ ગણાતી હોય તો શા માટે સુવિધાના નામે મીંડુ?

સમગ્ર સૌરાષ્ટ્ર ભરમાંથી દર્દીઓ અહીં રાજકોટ સિવિલ હોસ્પિટલે દાખલ થતા હોય છે, અને સારવાર અર્થે આવતા હોય છે તો આવીને આવી બેદરકારી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રહેશે. તો તેનું જવાબદાર કોણ આવા અનેક સવાલો મનમાં ઊઠે છે જેને લઇને તંત્રે જાગવું પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*