11 દિવસ સુધી દેશ મા કોઈએ હસવું કે રડવું નહિ,હવે કોઈ હસ્સે તો થશે તેને સજા

Published on: 4:51 pm, Fri, 17 December 21

ઉત્તર કોરિયા તાનાશાહ કિંગ જોન ઉને હવે લોકોના હસવાના કુદરત સહજ અધિકાર પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. એટલું જ નહીં જો કોઇ નાગરિક આ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેને સખતમાં સખત સજા આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

પોતાના દેશમાં સખત કાયદા માટે દુનિયાભરમાં કુખ્યાત એવા ઉત્તર કોરિયાએ આંચકો સર્જાય તેવું વધુ ફરમાન જાહેર કર્યું છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિંગ જોન ઉને હવે લોકોના હસવાના કુદરત સહજ અધિકાર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.

એટલું જ નહીં જો કોઈ નાગરિક આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેને સખતમાં સખત સજા આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

આ સાંભળીને આપણને આંચકો પણ લાગશે પરંતુ હકીકતમાં વાત એમ છે કે ઉત્તર કોરિયા પોતાના પૂર્વ નેતા કિમ જોંગ ઇલના મૃત્યુની દસમી વરસી મનાવી રહ્યું છે.

તેમને શ્રદ્ધાંજલિ લોકો આપી રહ્યા છે.11 દિવસ સુધી અહીં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાવાનો છે આથી ૧૧ દિવસ સુધી ઉત્તર કોરિયામાં નાગરિકોએ શોખ બનાવો પડશે અને આ દિવસો દરમિયાન નાગરિકોનો ન તો ખુશીની અભિવ્યક્તિ કરી શકશે ન તો હસી શકશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "11 દિવસ સુધી દેશ મા કોઈએ હસવું કે રડવું નહિ,હવે કોઈ હસ્સે તો થશે તેને સજા"

Leave a comment

Your email address will not be published.


*