ગઈકાલે મોદી સરકારના કેબીનેટ મંત્રી મંડળમાં ફેરફાર બાદ હવે ગુજરાત સરકારના મંત્રીમંડળમાં પણ ફેરફાર થઇ શકે તેવી શક્યતાઓ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ 10 જુલાઇના રોજ ગુજરાત પ્રવાસે આવવાના છે આ ઉપરાંત 12 જુલાઈના રોજ રથયાત્રામાં મંગળા આરતીમાં પણ તેમના પરિવાર સાથે હાજર રહેશે.
તેમજ તેમના પ્રવાસ બાદ ગુજરાત સરકાર તેમના મંત્રીમંડળમાં ફેરફાર કરી શકે તેવી શક્યતાઓ છે. જો ગુજરાત સરકાર મંત્રી મંડળમાં ફેરફાર કરશે તો જે મંત્રીઓએ નબળી કામગીરી કરી હશે તેને મંત્રીમંડળમાંથી છુટા કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ મંત્રીમંડળમાં નવા ઘણા ચહેરાઓને સ્થાન મળી શકે છે. કયા મંત્રીને મંત્રીમંડળમાં સ્થાન આપવું તેની કોઈ ચર્ચા હજુ થઇ નથી.
આગામી દિવસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવવાના છે. આ દરમિયાન તેઓ આગામી ચૂંટણીને લઈને રણનીતિ ઘડી શકે છે.
પ્રવાસ બાદ મંત્રીમંડળમાં મોટા ફેરફાર થઇ શકે તેવી શક્યતાઓ છે. ઉપરાંત તમામ રાજકીય પક્ષોએ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે.
આ વખતે ભાજપ પાર્ટી સામે આમ આદમી પાર્ટી ખૂબ જ મોટો પડકાર છે. દર વખતની ચૂંટણીમાં ભાજપની સામે ખાલી કોંગ્રેસ હોય છે પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ પણ મેદાનમાં ઉતરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment