પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવ સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પોલીસે કોંગ્રેસના દિગ્ગજ નેતાની કરી અટકાયત…

Published on: 4:12 pm, Thu, 8 July 21

દેશમાં દિવસેને દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને આ મોંઘવારીના કારણે જનતા ખૂબ જ પરેશાન છે. તેવામાં સુરતમાં બારડોલી ખાતે કોંગ્રેસ પાર્ટીએ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને વિરુદ્ધ એક રેલી કાઢી. ત્યારે આ મામલે પોલીસને જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી.

જ્યાં કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી. વિરોધ પ્રદર્શન વખતે પોલીસે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડા ની અટકાયત કરી ઉપરાંત તેમની સાથે બીજા 10 લોકોની અટકાયત કરવામાં આવી.

ઉપરાંત ધારાસભ્ય આનંદ ચૌધરી ની પણ અટકાયત કરાઈ. જેના કારણે કોંગ્રેસના કાર્યકરો ભારે રોષે માં ભરાયા હતા. પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવના કારણે કોંગ્રેસના નેતાઓએ રેલી કાઢીને તેનું વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ રેલીમાં પોલીસે કોંગ્રેસના નેતાઓની અટકાયત કરતા તે મામલો ગરમાયો હતો. રેલી દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી થઇ હતી.

આ સમગ્ર મામલે પોલીસે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડા ની અટકાયત કરી હતી. ઉપરાંત હાલમાં ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો વચ્ચે હલચલ મચી રહી છે.

ત્યારે આ વખતે કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ પુરી તૈયારીઓ કરવામાં આવી છે. ઉપરાંત ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસ દ્વારા અવાર નવાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવ સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પોલીસે કોંગ્રેસના દિગ્ગજ નેતાની કરી અટકાયત…"

Leave a comment

Your email address will not be published.


*