દેશમાં ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચવા બાબતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ દેશના ખેડૂત સંગઠનો માં ખુશી જોવા મળી હતી. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે દેશના હિતમાં કરોડો ખેડૂતોના હિતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યાર સુધી અનેક નિર્ણયો કર્યા છે.
અબજો રૂપિયાની ગ્રાન્ટ ખેડૂતોની જરૂરિયાત માટે, ખેડૂતોના હિત માટે અને ખેડૂતોને આત્મનિર્ભર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવી છે.કેન્દ્રના 3 કૃષિ કાયદા ખેડૂતોના ઉત્પાદનને સરળતાથી વેચવા માટે, ખેડૂતોના હિત માટે અને ખેડૂતોની આવક વધારવા માટે કરવામાં આવ્યા હતા
પણ કમનસીબે બે-ત્રણ રાજ્યના ખેડૂત સંગઠન દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો હતો અને જે આંદોલન કરવામાં આવ્યું તે વખતે પણ પ્રધાનમંત્રી મોદીએ કેન્દ્રના કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં ત્રણ મંત્રીઓની કમિટી બનાવી હતી અને દેશના અગત્યના વિજ્ઞાન ભવન ની અંદર ખેડૂતોની સાથે અનેક ચર્ચા કરીને ખેડૂતોને સૂચન જાણવા માટે પ્રયાસ કર્યો હતો.
ખેડૂતો કોઈ પણ વાત ની સ્પષ્ટતા કરતા ન હતા અને બાંધ્યા ભારે ફક્ત ને ફક્ત જે માંગણી કરી હતી તે આપણે બધાએ જોયેલી છે. એક વર્ષ સુધી ખેડૂતો સાથે લિમિટેડ વિસ્તારના આગેવાનો સાથે જે ચર્ચા કરી તે માટે લોકોએ કોઈ સહકાર ન આપ્યો અને ફક્ત એની પોતાની વાતમાં વળગ્યા રહ્યા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment