નીતાબેન અંબાણીએ પોતાનો 60 મો જન્મદિવસ એવી અનોખી રીતે ઉજવ્યો કે… ચારેય બાજુ થઈ રહી છે વાહ વાહ… જુઓ કેટલીક તસવીરો…

Published on: 4:46 pm, Tue, 5 December 23

મિત્રો તમે સૌ મુકેશ અંબાણી અને તેમના પરિવારને જરૂર ઓળખતા હશો. અંબાણી પરિવાર હંમેશા ચર્ચામાં જ રહે છે. ત્યારે આજે આપણે નીતા અંબાણી વિશે વાત કરવાના છીએ. મિત્રો તમને જણાવી દઈએ કે ગત 1 નવેમ્બરના રોજ નીતાબેન અંબાણીનો 60મો જન્મદિવસ હતો.

જન્મદિવસના દિવસે નીતાબેન અંબાણીએ પોતાના જન્મદિવસની ઉજવણી એવી રીતે કરી છે કે સાંભળીને તમારું દિલ પણ ખુશ થઈ જશે. મિત્રો તમને જણાવી દઈએ કે, નીતાબેન અંબાણીએ પોતાના જન્મદિવસના દિવસે દેશના 15 રાજ્યના 1.4 લાખ લોકોને ભોજન જમાડ્યું છે.

એટલું જ નહીં પરંતુ નીતાબેન અંબાણીએ પોતાના હાથે પણ લોકોને ભોજન પીરસ્યું હતું. આ ઉપરાંત લગભગ 65,000 જેટલા લોકોને કાચા રાશનનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેના કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે, નીતાબેન અંબાણીના જન્મદિવસના દિવસે બાળકો, વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો, ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકો અને વિશેષ જરૂરિયાત વાળા લોકોને ભોજન જમાડવામાં આવ્યું હતું.

મિત્રો વિવિધ જગ્યાએ ગરમાગરમ ભોજન પીરસવામાં આવ્યું હતું અને આ કાર્ય રિલાયન્સના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું. નીતાબેન અંબાણીએ પોતાનો જન્મદિવસ વંચિત સમાજના લગભગ 3000 બાળકો સાથે ઉજવ્યો છે.

હાલમાં તો સોશિયલ મીડિયા પર ચારેય બાજુ નીતાબેન અંબાણીના આ કાર્યની જ ચર્ચાઓ ચાલી રહી છે. લોકો તેમના આ કાર્યના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. તેમના આ કાર્ય વિશે તમારું શું કહેવું છે જરૂર જણાવજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "નીતાબેન અંબાણીએ પોતાનો 60 મો જન્મદિવસ એવી અનોખી રીતે ઉજવ્યો કે… ચારેય બાજુ થઈ રહી છે વાહ વાહ… જુઓ કેટલીક તસવીરો…"

Leave a comment

Your email address will not be published.


*