ખેડૂતો માટે રાહતના સમાચાર: રાજ્યના ખેડૂતોને લઇને વળતર આપવાની રૂપાણી સરકારની સૌથી મોટી જાહેરાત

Published on: 4:45 pm, Sat, 17 October 20

ગુજરાત રાજ્યમાં ગત વર્ષે ભારે વરસાદ ના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે રાજ્ય સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજ અંતર્ગત હેક્ટર દીઠ ₹13700 જેવી સહાયની જાહેરાત કરી હતી અને ઓનલાઈન અરજી મંગાવી હતી.ટેકનિકલ કારણોસર ઘણા ખેડૂતો ઓનલાઇન અરજી કરી શક્યા નહોતા તેના માટે ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવી હતી પરંતુ ઓફ લાઇન અરજી કર્યાના 10 મહિના જેટલો સમય વિતી ગયો હોવા છતાં.ખેડૂતોને સહાય પેકેજને રકમ ન મળતા રાજુલાના ધારાસભ્ય મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

આધારકાર્ડ ન હોય, ફિંગર પ્રિન્ટ ફસાઈ જવાના કારણે આધારકાર્ડ નીકળી શકતું ન હોય વગેરે કારણોસર ઓનલાઈન અરજી થઇ શકી નથી. એવા કિસ્સાઓમાં આધારે એક માં જણાવ્યા મુજબ વેકલ્પિક પુરાવા તથા સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના 26/11/2019 તથા મહેસુલ વિભાગના 26/11/2019 ના ઠરાવો માં જણાવ્યા મુજબના દસ્તાવેજો પુરાવા સાથે હાર્ડ કોપીમાં અર્જુન લેવા માટે જણાવ્યું હતું.

તેમજવધુમાં ખેડૂતોની જમીન માલિકી હોવા છતાં 7/12,8-અ માં સત્તાના પ્રકારમાં સરકારી પડતર તથા કેનાલ બતાવતું હોય તેવા કિસ્સામાં ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી થઇ શકતી નહોતી ત્યાં પણ જરુરી પુરાવા સાથે અને હાર્ડ કોપીમાં ઉપર જણાવેલા ધરાવો માં દર્શાવેલ દસ્તાવેજો પુરાવા સહિત હાર્ડ કોપીમાં અરજી લેવા માટે જણાવ્યું હતુ.

પન્ના જણાવ્યા મુજબ આ પ્રકારના ખેડૂતો દ્વારા ઓફ લાઇન અરજી કરી હાર્ડ કોપી આપેલ હતી પરંતુ ખેડૂતો દ્વારા અરજી આપ્યા તેના દસ મહિના જેટલો સમય વિતી ગયો હોવા છતાં હજી સુધી ઓનલાઈન અરજી કરનારા ખેડૂતોને કૃષિ સહાય પેકેજ ની રકમ મળી નથી. હાલ કોરોનાવાયરસ મહામારી,આર્થિક મંદી અને આ વર્ષે પણ ખેડૂતો માટે નિષ્ફળ સમાન છે.

ત્યારે આવા કપરા સમયમાં રકમ વહેલી તકે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે તે જરૂરી છે. વર્ષ 2019 માં જાહેર કરેલ કૃષિ સહાય યોજના અંતર્ગત અમરેલી જિલ્લામાં ઓફ લાઇન અરજી કરનારા ખેડૂતોની સહાય અને તેના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

આગામી દિવસોમાં સરકાર દ્વારા આ અંગે વહેલી તકે નિર્ણય કરી ખેડૂતોને સહાય રકમ ચૂકવે છે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતો માટે રાહતના સમાચાર: રાજ્યના ખેડૂતોને લઇને વળતર આપવાની રૂપાણી સરકારની સૌથી મોટી જાહેરાત"

Leave a comment

Your email address will not be published.


*