પેટા ચૂંટણીનો સમય ખૂબ જ નજીક આવી રહ્યો છે ત્યારે લીંબડી વિધાનસભા ની સીટ પર ભાજપ એ તૈયારી આરંભી રહી છે. લીમડી બેઠકના રાજકીય સમીકરણ કરતા ઈતિહાસીક સમીકરણ પર એટલો જ રોચક છે. ભાજપ તરફથી કિરીટસિંહ રાણા ને મેદાને ઉતારવામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસે ચેતન ખાચરને મેદાનમાં ઉતાર્યા છે. આ બધાય પરિસ્થિતિ વચ્ચે અપક્ષ તરીકે સોમાભાઈ અપક્ષમાં ફોર્મ ભરશે તો પણ કર ફરક નહીં પડે.એવું રાજનૈતિકોનું કેવું છે.કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
કે, લીમડી ની જનતા તેમને જીતાડશે.જોકે આ બેઠક અંગેનું જ્ઞાતિવાદ ગણિત પર નજર કરીએ તો, આ બેઠક પર તળપદા કોળી અને ચુવાળીયા કોળી સમાજનો પ્રભાવ છે તે ઉપરાંત દલિત મતદારો પણ હાર જીત માટે જરૂરી બની રહે છે.તળપદા કોળી ની સંખ્યા સૌથી વધારે છે. આ બેઠક પર ચુવાળીયા કોળી,દલિત મતદારો, ક્ષત્રિય મતદારો,દલવાડી સમાજ, માલધારી અને.
રાજપૂત સમાજના લોકો વધારે પ્રમાણમાં છે. ત્યારે ગત ટર્મના જીત માટે ભાજપે જ્ઞાતિવાદી સમીકરણો જવાબદાર ગણાવી રહ્યા છે.રાજ્યસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના ધારાસભ્યો સોમાભાઈ પટેલે રાજીનામું આપતા લીમડી બેઠકમાં પેટા ચૂંટણી યોજાવાની છે.
કોંગ્રેસ હવે પ્રજાના પ્રશ્નો જેવા કે ચૂંટણી મુદ્દામાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા, ઉદ્યોગ રોજગાર,આરોગ્ય અને શિક્ષણ સેવા ના પ્રશ્નો તેમજ લીમડી સાયલા નેશનલ હાઇવે પર અકસ્માતોના બનાવ શેખના મુદ્દા ચૂંટણીમાં મુખ્ય મુદ્દાઓ સાથે.
કોંગ્રેસ પેટાચૂંટણીમાં ઉતારવામાં તૈયારી દર્શાવી રહી છે. લીંમડી વિધાનસભા બેઠક ભાજપ કે કોંગ્રેસનો ગઢ રહ્યો નથી. છેલ્લી ચાર ચૂંટણીમાં બે વખત ભાજપ અને બે વખત કોંગ્રેસ જીતી છે.
તેમાં પણ દર ટર્મ માં મતદારો વારાફરતી બંને પક્ષોને મોકો આપે છે જેથી ભાજપને પેટાચૂંટણીમાં જેટલી આશા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!