સરકાર દ્વારા ખાંડની મિલોને આ વર્ષે ફાળવેલા ખાંડ કોટાની ફરજિયાત નિકાસ કરવા માટેની સમય મર્યાદા ત્રણ મહિના વધારીને ડિસેમ્બર મહિના સુધીની કરી દીધી છે. ખાદ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપી હતી કે સરકારે સપ્ટેમ્બર મહિનો પૂરો થતાં જ 2019-20 માર્કેટિંગ વર્ષ માટે વધારાની ખાંડ ની નિકાલમાં મદદ માટે ક્વોટા હેઠળ 60 લાખ ટન ખાંડની નિકાસ કરવાની મંજૂરી આપી છે.
ખાધ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી સુબોધકુમાર સિંહે કહ્યું કે,60 લાખ ટન માંથી 57 લાખ ટન ખાંડ નો કરાર થયો છે અને મિલોમાંથી આશરે 56 લાખ ખાંડ ટણ ખાંડ કાઢવામાં આવી છે. તેમને કહ્યું કે, કોરોના રોગચાળા દરમિયાન ટ્રાન્સપોર્ટેશન મુશ્કેલ હોવાના કારણે તે સમયે કેટલીક મિલો તેમનો સ્ટોક મોકલી શકતી નથી.
મહામારી દરમ્યાન ઘણી મિલોમાં લોજિસ્ટિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેથી, અમે તેમને તેમના કોટાની નિકાસ માટે ડિસેમ્બર સુધી થોડો વધુ સમય આપવાનો નિર્ણય કર્યો છે.
વરસાદના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે તે માટે સરકારે આઇ ખેડુત માટે ખૂબ જ ફાયદાકારક નિર્ણય લીધો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment