મોંઘવારીના માર વચ્ચે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડાને લઈને આવ્યા રાહતના સમાચાર.

મોંઘવારીના માર સહન કરી રહેલા સામાન્ય નાગરિક માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. આજરોજ એટલે કે 1 એપ્રિલ 2021 થી રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત દસ રૂપિયા નો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ તરફથી એશિયાની મોટી ન્યૂઝ એજન્સી ANI એ આ આ વાતની જાણકારી આપી હતી.સામાન્ય રીતે દરેક વસ્તુના ભાવમાં વધારો થઇ રહ્યો છે ત્યારે સામાન્ય નાગરિક મૂંઝવણમાં મુકાયા નો છે.

આ પરિસ્થિતિ વચ્ચે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડાથી સામાન્ય નાગરિકને મોટી રાહત મળી શકે છે.જણાવી દઈએ કે દર મહિનાની 1 તારીખે તેલ કંપનીઓ ગેસ સિલિન્ડરના ભાવ નક્કી કરે છે.

અને આવામાં 1 એપ્રિલ એટલે કે આજરોજ થી ઘરેલુ સિલેન્ડર માટે તમારે દસ રૂપિયા ઓછા ચૂકવવા પડશે. જોકે ગત કેટલાક મહિનાઓમા જે ઝડપે ગેસ સિલિન્ડર ની કિંમત વૃદ્ધિ થઈ રહી છે.

જો તેની સાથે તુલના કરવામાં આવે તો કિંમત માં આવેલો ઘટાડો ખૂબ જ ઓછો છે.નોંધનીય છે કે ગત બે મહિનાઓ એટલે કે ફેબ્રુઆરી અને માર્ચમાં રસોઈ ગેસની કિંમતોમાં 125 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

4 ફેબ્રુઆરી એલપીજીની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. 15 ફેબ્રુઆરીએ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

અને ત્યારબાદ 25 ફેબ્રુઆરીએ ફરી 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ એક માર્ચે પણ 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*