ખેડૂત નેતા રાકેશ ટીકૈત ને ગુજરાત માં રોકાશે તો સમગ્ર ભારતભર ખેડૂતો કરશે આ કાર્ય,જાણો કોણે આપી રાજ્યની રૂપાણી સરકાર ને ચીમકી?

Published on: 2:34 pm, Thu, 1 April 21

કૃષિ કાયદો રદ કરવાની માંગ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઘરેલુ રાજ્ય ગુજરાતમાં ખેડૂત આંદોલનના ભણકારા શરૂ થયા છે. દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન આંદોલન કારી ખેડૂતને રાકેશજી 4 એપ્રિલે ગુજરાતની બે દિવસે મુલાકાતે આવી રહ્યા છે.

અને તેઓ બારડોલી અને પાલનપુરમાં આયોજિત ખેડૂત સંમેલનને સંબોધશે.મિટ્ટી સત્યાગ્રહ મુદ્દે સામાજિક કાર્યકર શબનમ હાશ્મી અને કિસાન નેતા સુનિલમે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

જેમાં તેમને જણાવ્યું કે,કૃષિ કાયદા ને લઈને ખેડૂતો સાથે 11 વખત બેઠક યોજાઈ હતી. એક તરફ સરકાર કાયદામાં ફેરફાર કરવાનું કહી રહી છે.

પણ ખેડૂતોને સાથે રાખી બદલાવ કરતી નથી તેથી અમારી એક જ માંગ છે.કે કૃષિ કાયદો રદ કરવામાં આવે. 4 એપ્રિલે રાકેશજી ગુજરાત આવી રહ્યા છે.

અને ગુજરાતના ખેડૂતો સાથે ચર્ચા પણ કરશે. જો આ દરમિયાન તેઓને રોકવામાં આવશે તો દેશના તમામ ખેડૂતો રૂપાણી સરકારને જવાબ આપશે.

4 એપ્રિલે અંબાજી દર્શન કરી બે દિવસના પ્રવાસની શરૂઆત કરશે જે બાદ પાલનપુર ખાતે કિસાન સંમેલન યોજશે અને ઊંઝામાં પાટીદારોના કુળદેવી ઉમિયા માતાને ચરણમાં શીશ નમાવશે જ્યારે ગાંધીનગરમાં રાત્રી રોકાણ કરશે.

અને 5 એપ્રિલે ગાંધી આશ્રમ ની મુલાકાત લેશે અને વીર સરદાર પટેલ ના જન્મસ્થાન કરમસદમની પણ મુલાકાત લેશે અને બારડોલીમાં કિસાન સંમેલન યોજશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂત નેતા રાકેશ ટીકૈત ને ગુજરાત માં રોકાશે તો સમગ્ર ભારતભર ખેડૂતો કરશે આ કાર્ય,જાણો કોણે આપી રાજ્યની રૂપાણી સરકાર ને ચીમકી?"

Leave a comment

Your email address will not be published.


*