રાજ્યમાં છેલ્લા થોડાક દિવસથી પડી રહેલા ભારે વરસાદ બાદ રાહત ના સમાચાર મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી પાંચ દિવસ સુધી વરસાદની કોઈ પણ પ્રકારની શક્યતા નથી.
બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાયું હતું તે પાકિસ્તાન બાજુ ફંગોળાતા રાજ્યમાં વરસાદની શક્યતા ઘટી ગઈ છે.જોકે,વિધિવત ચોમાસાની વિદાય ની હજુ એક મહિનાની વાર છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 120 ટકાથી પણ વધારે વરસાદ વરસ્યો છે.
બીજી બાજુ નર્મદા ડેમ ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થતાં ડેમની સપાટીમાં 133 મીટર ને પાર થઈ ગઈ છે. નર્મદા ડેમમાં હાલ ઉપરવાસમાંથી 12 લાખ 57 હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે.
તો 10 લાખ 14 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.ડેમના હાલ 23 દરવાજા 7.65 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. જેના પગલે નર્મદા ભરૂચ અને વડોદરા જિલ્લાના નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment