હાર્દિક પટેલના સરકાર પર આકરા આક્ષેપો બાદ અલ્પેશ ઠાકોરે આપ્યો જવાબ, જાણો વિગતે

365

રાજ્યમાં મહિલા અનામતની અમલવારી મુદ્દે ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ બાદ અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલની પ્રતિક્રિયા સામે આવી હતી. જેમાં અલ્પેશ ઠાકોર હાર્દિક પટેલે કરેલા આક્ષેપોનો ખંડન કર્યું હતું.

રાજ્ય સરકાર તમામ લોકોને સાથે લઈને ચાલે છે. રાજ્ય સરકાર પક્ષકાર બનીને રજૂઆત કરી છે. સરકારે કોઈ વર્ગ વિગ્રહ થાય તેવી કોઈ વાત કરી નથી. કેટલાક લોકો આવા નિવેદન આપતા રહે છે. સરકાર હિતોનું રક્ષણ કરે છે. કેટલાક લોકો વર્ગ વિગ્રહ થાય તેવા પ્રયાસ કરી રહ્યા છે. આમાં કોઈ ની હાર કે કોઈની જીત નથી. બંધારણમાં મળેલ અધિકાર સાથે છેડછાડ ન થવી જોઈએ. રાજ્ય સરકારનું મોટાપાયે ભરતી નું આયોજન હતું. ભરતીઓ ન થાય તે માટે કોરોના જવાબદાર છે.

અનામત પરિપત્ર માં ફેરફાર સૂચવતા હાઇકોર્ટના નિર્દેશ પર હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે મહિલા અને પુરુષને સમાન દરજજો મળવો જોઈએ. રાજ્યમાં મહિલા અનામતની અમલવારી મુદ્દે હાઇકોર્ટના નિર્દેશ કર્યા હતા કે, રાજ્ય સરકાર અને GPSC આ અંગે 7 તબક્કામાં અનામતની જોગવાઈ અમલ કરવાની સૂચના પણ આપી હતી.

નોધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ

” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!