આ વાહન ચાલકોને લઈને રાજ્યની રૂપાણી સરકારે આપ્યા મોટા રાહતના સમાચાર.

મુખ્યમંત્રી રૂપાણી રાજ્યમાં પર્યાવરણ સુરક્ષા સાથે પ્રદૂષણ ઘટાડવા અને ગ્રીન એનર્જી નો વ્યાપ વિસ્તારવા CNG વાહનચાલકોને સરળતાથી સીએનજી ઉપલબ્ધ થાય તે માટે નવતર પહેલ કરી છે. આ સંદર્ભમાં રાજ્ય માં સીએનજી સહભાગી યોજનાના બીજા તબક્કાના ભાગ રૂપે 164 સીએનજી ફિલિંગ સ્ટેશન ના લેટર ઓફ ઈન્ટન્ટ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રી રૂપાણી અર્પણ કર્યા હતા.રાજ્યસરકારના સાહસ ગુજરાત ગેસ કંપની દ્વારા આયોજિત ઇ વિતરણ સમારોહમાં મુખ્ય મંત્રીએ જણાવ્યું કે.

રાજ્યમાં પર્યાવરણ શુદ્ધતા જળવાઇ રહે અને પ્રદૂષણ નિયંત્રણ સાથે વિકાસની ગતિ પણ જારી રહે તેઓ રાજ્ય સરકારનો સ્પષ્ટ અભિગમ  છે.આ રાજ્ય માં સીએનજી અને પીએનજીના વધુ ઉપયોગ થાય તેવું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.ગુજરાત સીએનજી વાહનોને વધુ ઉપયોગ થાય અને પ્રદૂષણ અટકે.

તે માટે પેટ્રોલ-ડીઝલના વિકલ્પે સીએનજી ને પ્રોત્સાહન આપવાની.પહેલ કરીને રાજ્યમાં સીએનજી સ્ટેશન નો વ્યાપ વિસ્તર્યો છે. મહત્વનું છે કે સમગ્ર દેશમાં 2300 સીએનજી ફિલિંગ સ્ટેશન સામે માત્ર ગુજરાતમાં જ 690 છે.

મુખ્યમંત્રી રૂપાણી આગામી દિવસોમાં રાજ્યભરમાં 900 સીએનજી સ્ટેશન કાર્યરત કરવાનો લક્ષ્યાંક તબક્કાવાર પાડવાની નેમ વ્યક્ત કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*