પેટા ચૂંટણીના પરિણામને લઇને આ દિગ્ગજ નેતાએ કરી આગાહી, જાણો વિગતે

Published on: 10:46 am, Tue, 10 November 20

ગુજરાત રાજ્યમાં ગત અઠવાડિયે યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામ ને લઇને ભાજપના દિગ્ગજ નેતા એક આગાહી કરી છે. પરિણામની પૂર્વ સંધ્યાએ ડાંગના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય પટેલે પરિણામ અંગે આગાહી કરી છે. વિજય પટેલ ના મતે આ વખતે તેમની પાર્ટીના અને તેનો વિજય નિશ્ચિત છે. વિજય પટેલ ફક્ત જીતનું આશાવાદ વ્યક્ત નથી કર્યો પરંતુ કેટલાક મતોથી તેઓ જિતશે એ પણ જણાવ્યું છે.

ડાંગ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારે જીતનો દાવો કર્યો છે અને ભાજપના ઉમેદવાર વિજય પટેલ 15 હજાર મતોની લીડથી જીતવાનો દાવો કર્યો છે.ઉલ્લેખનીય છે કે વિધાનસભા બેઠક પૈકી ડાંગ માં સૌથી વધારે મતદાન થયું હતું.આજરોજ આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી.

ડાંગ જિલ્લામાં કુલ 75.01 ટકા મતદાન જતાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ છેડાયો છે.ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ જીતના દાવા કરી રહ્યા છે ત્યારે વિજય પટેલ જીતનો દાવો કર્યો હતો.

અને ડાંગ જિલ્લામાં ભાજપ નો કમલમાં વિજય બનાવવાની તૈયારી કરી રહ્યા છે. 15 હજાર મતની લીડ સાથે તેઓ વિજય થશે તેવું તેમણે જણાવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!