ગુજરાત રાજ્યના ખેડૂતોને લઇને આવ્યા મોટા રાહતના સમાચાર, આવતીકાલથી સરકાર આ વસ્તુની…

ગુજરાત રાજ્યમાં આ વર્ષે ચોમાસા એ પોતાનો કહેર વર્તાવ્યો છે ત્યારે રાજ્યભરમાં સરેરાશ ૧૪૦ ટકા જેટલો વરસાદ વરસ્યો છે.ભારે વરસાદના પગલે રાજ્યમાં ઘણા જિલ્લામાં ખેડૂતોના ઉભા પાકને મોટાપાયે નુકસાન થયું જોવા મળ્યું છે. સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની પ્રક્રિયા આવતીકાલથી શરૂ કરવામાં આવશે. ટેકાના ભાવે મગફળી ની પ્રક્રિયા 90 દિવસ સુધી ચાલશે. રાજ્ય સરકાર દ્વારા આવતીકાલથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી રહી છે.

જેમાં ૧૦૫૫ પ્રતિ મણના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. મગફળી ની પ્રક્રિયા ૯૦ દિવસ સુધી ચાલશે.રાજ્યના દરેક ખેડૂતો પાસેથી ૨૫૦૦ કિલો મગફળીની ખરીદી કરવામાં આવશે. ૩૧ ઓક્ટોબર સુધી ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી શકશે.ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે આગામી ૨૧મી ઓકટોબરથી રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની.

અગાઉ જાહેરાત કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીના મામલે પુરવઠા વિભાગ દ્વારા તૈયારીઓ બતાવવામાં આવી હતી.

જેમાં રાજ્યભરમાં ૧૫૦૦થી વધારે ગોડાઉન ભાડે રાખવાની તૈયારીઓ કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*