સુરતના ટેક્સ્ટાઇલ ઉદ્યોગને લઈને જાહેર થઈ નવી ગાઇડલાઇન….જાણો વિગતે

Published on: 2:08 pm, Fri, 10 July 20

સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ ફેલાવતો અટકાવવા માટે હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગને દિવસ બંધ કરવામાં આવ્યો હતો. આરોગ્ય મંત્રીની ઉદ્યોગો ના વડા સાથે થયેલી બેઠકમાં ઉદ્યોગ ચાલુ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારબાદ હીરાઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે સરકારશ્રી તરફથી નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી.

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ ને લઈ ને ચાલુ કરવા અંગે નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જે કારણસર સમગ્ર ટેક્સટાઈલ ઉદ્યોગ માં કોરોના ના થાય અને દરેક વ્યક્તિ સોશીયલ ડિસ્ટન્સ નું ફરજીયાત પાલન કરે તે માટે મનપા એ ગાઈડલાઈન બહાર પાડેલ છે.

સુરતના કોઈપણ ટેક્સટાઈલ ઉદ્યોગમાં કાપડ માર્કેટમાં 100 થી વધુ કાપડની દુકાનો હોય તો 2 કેસ, 500 દુકાન વાળી માં 5 કેસ,500 થી વધુ દુકાનોમાં 10 કેસ આવે તો તે કાપડ માર્કેટ ને 14 દિવસ માટે સંપૂર્ણ બંધ કરવામાં આવશે.