આવા લગ્ન નહીં જોયા હોય! આ વ્યક્તિએ સમાજમાં જાગૃતતા લાવવા માટે લગ્નમાં કર્યો હોય એવો કાર્યક્રમ કે…

હાલમાં લગ્નનો માહોલ છવાયેલો છે ત્યારે દરેક લોકો લગ્નને યાદગાર બનાવવા માટે કંઈક ને કંઈક ખાસ પ્રયત્નો કરતા હોય છે. એક જ એવો પ્રસંગ છે જેમાં વ્યક્તિ મન મૂકીને ખર્ચો કરે છે. પરંતુ સમાજમાં ઘણા એવા પણ લોકો હોય છે જે લગ્ન અને ભવ્ય અને આલીશાન બનાવીને દેખાડો કરતા નથી. સમાજ માટે એક ઉત્તમ સંદેશ બને છે. આવી જ એક ઘટના બની છે. એક યુવાને પોતાના લગ્નમાં એક અનોખો કાર્યક્રમ નું આયોજન કર્યું હતું.

આ લગ્નના કાર્યક્રમ તેને કંકોત્રી માં છપાવેલ હોવાથી ખૂબ જ વાયરલ થઇ રહી છે આ ઘટના. આ યુવાને પોતાના લગ્નની રસમ પહેલા એવા અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું છે કે જે ભાગ્યે જ કોઇ વ્યક્તિએ પોતાના લગ્નમાં કર્યું હશે. આ અનોખા લગ્ન 21 એપ્રિલ ઉત્તર પ્રદેશના ચંદોલીમાં થવાના છે. લગ્નના કાર્ડમાં જણાવવામાં આવ્યું છે કે લગ્નની વિધિઓ શરૂ થતા પહેલા રક્તદાન કરવામાં આવશે અને અનાથ બાળકોને સંપૂર્ણ ભોજન પણ કરવામાં આવશે આ ઉપરાંત વરાજો વૃદ્ધાશ્રમમાં જશે અને વડીલોના આશીર્વાદ લીધા પછી જ ઘોડીએ ચડશે.

લગ્નમાં ગણેશપૂજન મામેરા રમતી માતા પૂજન મેંદી સંગીત જેવી ધાર્મિક વિધિઓ અને કાર્યક્રમો યોજવા સામાન્ય વાત છે પરંતુ રક્તદાન અને ભોજન વિદ્યાઓના આશીર્વાદ લેવા જેવી બાબતો ભાગ્યે જ જોવા મળે છે આટલું જ નહીં આ લગ્ન કાર્ડ માં સારી વસ્તુ અહીં સમાપ્ત નથી થતી પરંતુ હજી અમુક વસ્તુઓ છે.

જેમાં વૃક્ષો અને છોડ બચાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો છે. આ યુવાને અત્યાર સુધીમાં સેંકડો વખત રક્તદાન કરીને લોકોના જીવ બચાવ્યા છે. તેઓ એક સામાજિક કાર્યકર પણ છે સાથે જ તેની કન્યા પ્રિયંકા પણ સમાજસેવા કરે છે. આમ પણ રક્તદાન એ શ્રેષ્ઠ દાન અને રક્તદાનને મોટામાં મોટું દાન માનવામાં આવે છે.

અજીત 21મી એપિ્લ એ પ્રિયંકા સાથે લગ્નના બંધનમાં બંધાશે. આ દરમિયાન રાત્રે 11:00 કે રક્તદાન નો કાર્યક્રમ યોજાશે સાથે જ 12 વાગે ગરીબ અને અનાથ બાળકોને ભોજન નું વિતરણ કરવામાં આવશે પછી સાંજે 6:00 કલાક એ વૃદ્ધાશ્રમ માં જઈને વડીલોના આશીર્વાદ લેવામાં આવશે.

લગ્ન કાર્ડ માં આવી સારી સારી બાબતો જોઈને લોકો ખૂબ જ ખુશ થઇ રહ્યા છે અને અજીત ના ખુબ જ વખાણ કરી રહ્યા છે અજીત લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવાના સંદેશ આપી રહ્યો છે તેઓ માને છે કે વૃક્ષો વાવીને આપણે પર્યાવરણ બચાવી શકીએ છીએ અને તેનું રક્ષણ કરી શકીએ છીએ. આ વિશ્વને વધુ સારી જગ્યા બનાવી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*