સુરત ગ્રીષ્મામાં કેસ : દીકરી ગ્રીષ્માને યાદ કરીને ગ્રીષ્માના કાકી રડી પડ્યા, રડતાં રડતાં કહ્યું કે…

Published on: 11:14 am, Fri, 22 April 22

સુરતમાં પાસોદરા વિસ્તારમાં 12 ફેબ્રુઆરીના રોજ ફેનીલ ગોયાણી નામના યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનો જીવ લઇ લીધો હતો. આ ઘટનાને લઇને કેસ ચાલી રહ્યો છે. ગઈકાલે કોર્ટે આરોપી ફેનીલ ગોયાણીને દોષિત ઠરાવ્યો હતો. આ સમગ્ર ઘટનાને દીકરી ગ્રીષ્માના પિતાએ કહ્યું કે, કોર્ટમાં કાર્યવાહી ખૂબ જ સારી રીતે ચાલી.

કોર્ટ દ્વારા તમામ પુરાવાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી. આ ઉપરાંત અમને આનંદ છે કે અમારા તમામ પુરાવા સત્ય પુરવાર થયા છે. આરોપી ફેનીલ ગોયાણીને મૃત્યુદંડની સજા થવી જોઈએ. જેના કારણે સમાજમાં બીજી કોઈ ગ્રીષ્મા હોમાવી ન જોઈએ.

ત્યારે દીકરી ગ્રીષ્માને યાદ કરીને ગ્રીષ્માના કાકી રાધિકાબેન રડી પડ્યા હતા. રડતા રડતા તેમને જણાવ્યું કે, જે બનાવ બન્યો છે તેવો બનાવ બન્યો ન જોઈએ. કોર્ટેની સમક્ષ જેટલા પુરાવા રજૂ કરવામાં આવ્યા છે તે બધા પુરાવા સત્ય સાબિત થયા છે.

આ ઉપરાંત જણાવ્યું કે આરોપી ફેનીલ ગોયાણી વિરુદ્ધમાં જેટલી પણ કલમો લગાડવામાં આવી છે. તેથી અમે સંતુષ્ટ છીએ. સમાજમાં રોજને રોજ આવા બનાવો બને છે. હવે આવા બનાવો ન બને તે માટે આરોપીને ફાંસીની સજા થવી જોઈએ. જેથી અમારી દીકરી ગ્રીષ્મા જેવી અન્ય કોઈ ગ્રીષ્મા ન હોમાય.

કોર્ટે આરોપીને જે સજા કરશે તે અમને મંજૂર છે. પરંતુ અમને આશા છે કે કોર્ટે આવા આરોપીને ફાંસીની સજા કરશે. આ ઉપરાંત સરકાર પક્ષના વકીલોની માંગ છે કે, આરોપીને ફાંસીની સજા થાય. હાલમાં હવે ટૂંક જ સમયમાં ખબર પડશે કે આરોપી ફેનીલ ગોયાણીને કોર્ટ શું સજા આપશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરત ગ્રીષ્મામાં કેસ : દીકરી ગ્રીષ્માને યાદ કરીને ગ્રીષ્માના કાકી રડી પડ્યા, રડતાં રડતાં કહ્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*