રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે સુઈગામના મોરવાડ ગામ નદી એક છકડાનું ટાયર અચાનક જામ થઇ જતાં છકડો પલટી ખાઇ ગયો હતો. આ અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઉપરાંત છકડામાં સવાર 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
મળતી માહિતી અનુસાર મોરવાડા ગામ થી સુઈગામ વિસ્તારમાં જુવાર વાઢવાની મજૂરી અર્થે ગામના રમેશભાઈ સવાભાઈ રાવળ ના છકડામાં બેસીને શનિવારે સવારે જતા હતા.
ત્યારે મોરવાડ ગામથી એક કિલોમીટરની આગળ અચાનક જ ચાલતા છકડાનું ટાયર થઈ ગયું હતું તે કારણોસર છકડો રોડની સાઇડમાં પલટી ખાઇ ગયો હતો. આ અકસ્માતમાં 18 વર્ષીય સવજીભાઈ રાણજી ઠાકોરને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી તે કારણોસર તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું.
મળતી માહિતી અનુસાર છકડામાં સવાર રાણાભાઇ પ્રભુજીભાઈ ઠાકોર, મુકેશભાઈ ભેમાભાઈ પારેગી, વિનોદભાઈ બળવંતજી ઠાકોર, દિનેશભાઈ હેમાભાઈ પારેગી, સતિષભાઈ રાણાભાઇ ઠાકોર, રમેશભાઈ સવાભાઈ રાવળ, બળવંતભાઈ વેરસીજાભાઈ ઠાકોરને છકડો પલટી ખાઇ જતાં નાની-મોટી ઇજા પહોંચી હતી.
તેઓને 108 મારફતે સારવાર માટે સી.એચ.સીમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના બનતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કર્યા બાદ વધુ તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત પોલીસે રમેશભાઈ રાવળને વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!`
Be the first to comment