ગુજરાતમાં ખેડૂતો માટે સૌથી માઠા સમાચાર સામે આવી રહ્યા છે. સમગ્ર દેશમાં રાસાયણિક ખાતર બનાવતી સંસ્થા IFFCO એ ભાવ વધારો ઝીંક્યો છે. ખાતરની પ્રતિ બેગ 235 નો ધરખમ વધારો કરાયો છે.આ અગાઉ પ્રતિ બેગ IFFCO NPK 10/26/26 નો ભાવ 1175 રૂપિયા હતો
જેનો ભાવ હવે 1440 રૂપિયા થયો જેમાં 265 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. એજ રીતે IFFCO નપક 12/32/16 નો ભાવ અગાઉ 1185 રૂપિયા હતો જે વધીને 1450 રૂપિયા થયો છે જેમાં પણ 265 રૂપિયાનો વધારો થયો છે.
ગુજરાતની એક ખાનગી ચેનલ સાથે વાત કરતાં સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા દિલીપ સંઘાણીએ ખાતરના ભાવ ને લઈને મોટું નિવેદન આપ્યું હતું. આગામી સમયમાં ખાતર નો ભાવ 1700 સુધી ચૂકવવો પડશે તેવું જણાવ્યું હતું. સરકારે 1200 ની જગ્યાએ 1800 સબસીડી કરી છે.
આંતરરાષ્ટ્રીય ભાવ વધારાના કારણે ભાવ વધ્યા છે. હજી પણ ખેડૂતોને ખાતર ના ભાવ વધારા માટે તૈયાર રહેવું જોઈએ.સંઘાણી નું આ નિવેદન ખૂબ જ સૂચક છે, ગત વર્ષે જ્યારે ભાવ વધારો આવ્યો ત્યારે ઇફ્કો ના માધ્યમિક કહેલું કે કોઈ ભાવવધારો આવશે નહીં ત્યારે માંગ યુરિયાની હતી.
જે યુરિયા 265 રૂપિયામાં આવતું હતું તેના 1800 થઈ ગયા હતા. કેટલીક પ્રાઇવેટ કંપનીઓ આ ભાવે વેચતી હતી ત્યારે પણ અમે પીએમનું ધ્યાન દોરતાં તેમને ભાવ વધારો નહીં થાય તેવું જણાવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!