ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળી શકે છે આ નેતા,પ્રદેશ પ્રમુખ માટે નોંધાવી ત્રણ નેતાઓએ દાવેદારી

Published on: 10:38 am, Sun, 17 October 21

ગઈકાલે દિલ્હી ખાતે કોંગ્રેસની વર્કિંગ કમિટીની મીટિંગ યોજાઇ.આ મિટિંગમાં ગુજરાતમાં કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે નવા નેતાની પસંદગીને લઈને વિચારણા થઇ શકે છે. કોંગ્રેસના નવા નિમાયેલા પ્રદેશ પ્રભારી રઘુ શર્મા ગઈકાલ ની મિટિંગમાં હાઈકમાન્ડ સાથે નવા નેતાની પસંદગી અંગે ચર્ચાઓ કરે તેવી શક્યતાઓ છે.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદ માટે ત્રણ નેતાઓએ દાવેદારી નોંધાવી છે.જેમાં કનુ કલસરિયા, નરેશ રાવલ અને મનહર પટેલે પ્રદેશ પ્રમુખ બનવા માટે પ્રભારી અને કોંગ્રેસ હાઈ કમાન્ડ સામે દાવેદારી કરી છે. આ અંગે પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલે જણાવ્યું કે મેં પ્રદેશ પ્રમુખ માટે દાવેદારી નોંધાવી છે.

જો પાર્ટી મને મોકો આપે તો મારી પાસે રોડમેપ તૈયાર છે.આ ઉપરાંત વિધાનસભાના વિપક્ષના નેતા પદે કોની વરણી કરવી એ મુદ્દે પણ ધારાસભ્યોના મત જાણવામાં આવ્યા હતા.

ગાંધીનગરમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી ના નિવાસ્થાને પ્રભારી શર્માએ ધારાસભ્યો સાથે વન-ટુ-વન બેઠક કરી અને કોને વિધાનસભા વિપક્ષના નેતા બનાવવા અને કોને પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂંક કરવી તે મુદ્દે મત જાણ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!