પાટીદાર સમાજને લઈને નરેશ પટેલે આપ્યુ મોટું નિવેદન, જાણો વિગતે.

Published on: 8:51 pm, Sat, 30 January 21

મહેસાણા ઉંઝામાં ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે અને તેઓએ જણાવ્યું હતું કે આજે પાટીદાર સમાજમાં ઘણી બાબતોની નોંધ લેવામાં આવતી નથી.પાટીદાર સમાજની રાજકીય બાબત કે કોઈ અધિકારીઓની બાબતમાં ગણના કરવામાં આવતી નથી.

અને તેઓની અવગણના કરવામાં આવે છે.પાટીદાર અગ્રણીઓની આગેવાનીમાં મળેલી બેઠકમાં સામાજિક ઉત્થાન, એકતા અને યુવાનોનાં વિકાસ માટે ચર્ચા કરવામાં આવી છે.નરેશ પટેલે વધુમાં જણાવ્યું કે.

રાજકીય ક્ષેત્ર યુવાનો આગળ વધે તે મુદ્દે સમાજ દ્વારા કરવામાં આવી છે અને પાટીદાર સમાજ ગુજરાત ની કરોડરજ્જુ સમાન છે.મહેસાણામાં ખોડલધામમાં ટ્રસ્ટી નરેશ પટેલ આવ્યા હતા અને ત્યાં તેઓ સમાજ ને લઈને અનેક વાતો કરી હતી.

નરેશ પટેલ ના મહત્વના નિવેદનથી સમગ્ર સમાજ અને રાજ્યમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.આપને જણાવી દઇએ કે ટૂંક સમયમાં સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે રાજ્યની રૂપાણી સરકાર દ્વારા આજરોજ ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ ને લઈને પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!