અનેક રાજ્યોના મુખ્યમંત્રી ના કામ થી નાખુશ નરેન્દ્ર મોદી, હવે અનલૉક – 4 ની જગ્યાએ મોદી સરકાર કરશે આ કામ

સમગ્ર દેશમાં હાલમાં કોરોના મહામારી યથાવત છે ત્યારે મોદી સરકાર હમણાં અનલૉક – 4 જાહેર નહીં કરે. મોદી સરકારે હમણાં જુલાઈ મહિનાના અંતમાં અનલૉક -3 ની જાહેરાત કરી હતી.ત્યારે 1 ઓગસ્ટ થી મોટા ભાગની સેવાઓ ચાલુ કરવાની છૂટ આપી દીધી હતી. તે વખતે જાહેર કરાયું હતું કે 31 ઑગસ્ટ પછી મેટ્રો,શાળા કોલજ, ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ સહિતની સેવાઓ ચાલુ કરવામાં અંગે નિર્ણય લેવામાં આવશે

ઓગસ્ટ માં કોરોના નો કહેર યથાવત હોવાથી હમણાં અનલૉક – 4 બહાર ન પાડવા અગે મોદી સરકારે નિર્ણય લીધો હોય તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. નરેન્દ્ર મોદી ખુદ જ રાજ્ય સરકાર ની કોરોના સામે ની કામગીરી થી ખુશ નથી તેથી રાજ્ય સરકાર સાથે હમણાં બેઠક ના મૂડ માં તેઓ નથી. અમિત શાહ પણ કોરોના ના કારણે હોસ્પિટલ માં સારવાર હેઠળ છે તેથી આગામી મહિનેજ રાજ્યો સાથે ચર્ચા થઈ તેવી સભવાના સેવાઈ રહી છે.

સૂત્રો ના મતે,મોદી સરકાર ભારત માં બની રહેલી કોરોના ની રસી પર નજર નાખી ને બેઠા છે. કોરોના રસી ના પ્રયોગો સફળ થાય તો તેની જાહેરાત સાથે જોડી ફાઇનલ અનલૉક જાહેર કરવાની મોદીની યોજના છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં કોરોના ની રસી અંગેના સારા સમાચાર ની આશા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*