રહસ્યમય મૃત્યુ : વડોદરા સાવલી પોલીસમથક પાસે એક મેડિકલના વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો – જાણો સમગ્ર ઘટના

સાવલી નગરમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આહીર રહેતો 23 વર્ષીય મેડિકલ સ્ટુડન્ટનો પોલીસ મથકની સામે આવેલી બંધ પડેલ જીનના ઓટલા પર મૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને મૃતદેહને કબજે લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર સહલ સલીમખાન ચિતામણીનો મૃતદેહ મળી આવ્યો હતો. તેની ઉંમર 23 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર તે સાવલી પશુ દવાખાના પાસેના સાવલી હોમિયોપેથિક મેડિકલ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે સેવા આપતો હતો.

મળતી માહિતી અનુસાર તે રાત્રિના સમયે લગભગ નવ વાગ્યાની આસપાસ પોતાની મમ્મીને બજારમાં ઈંડા ભુરજી લેવા જવાની વાત કરીને પોતાની બાઇક લઇને સાવલી બજાર ગયો હતો. મોડી રાત થઈ છતાં પણ તે પરત ન ફર્યો તે માટે ઘરવાળાઓ ચિંતામાં મુકાયા અને તેઓએ તેને મોબાઈલથી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો. પરિવારજનોએ વારંવાર કરવાના પ્રયત્નો કર્યા હતા અને સંપર્ક ન થતાં પરિવારના લોકો સૂઈ ગયા હતા. સવાર સુધી પણ યુવકનો પત્તો ન લાગતા યુવકના ભાયે તેની શોધખોળ શરૂ કરી હતી.

મળતી માહિતી અનુસાર પોલીસ મથક નજીક આવેલી બંધ કપાસની જીન પાસે યુવકની બાઈક પડેલી હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે ત્યાં તપાસ કરવામાં આવી ત્યારે જીનમાં આવેલી બંધ ઓરડીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યું હતું. યુવકના મોઢામાંથી ફીણ નીકળેલા હતા તેવું જાણવા મળ્યું છે.

ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઉપરાંત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતું. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ યુવકનું મૃત્યુ કયા કારણોસર થયું છે તેની જાણ થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*